પટના ખાતે યોજાયેલ (M.R) સ્પેશ્યલ ઓલમ્પિક નેશનલ ચેમ્પીયનશીપ ૨૦૧૭ – ૨૦૧૮ અંતર્ગત રાષ્ટ્ર કક્ષાએ બીજો નંબર મેળવનાર ગાયત્રીને પંચેલા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમમાં રા.ક.મંત્રી ઇશ્વરભાઇ પરમારના વરદ્દ હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી

0
286

PRIYANK CHAUHAN – GARBADA

 

કુદરતી ક્ષતિ ધરાવતી વ્યક્તિઓમાં કુદરત પોતે જ કોઇને કોઇ રીતે કોઇ વિશેષ ગુણ આપી દે છે અને તે લોકો તેમની ક્ષમતા અનુસાર પોતાની ક્ષતિઓને નગણ્ય કરી પોતાને પ્રાપ્ત વરદાન થકી વિશેષતા દાખવે છે. ત્યારે ગરબાડા ગામની આવી જ એક મંદબુધ્ધિ અને વિકલાંગતા ધરાવતી છોકરીએ રાષ્ટ્રકક્ષાની રમંતમાં રાષ્ટ્ર કક્ષાએ બીજા નંબરે આવી સિલ્વર મેડલ મેળવતા તેની પ્રતિભાને બિરદાવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૬મી જાન્યુઆરીના જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમમાં તેને એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવી હતી.

ગરબાડા નગરમાં રહેતા અને ગરબાડા તાલુકાના દેવધા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં બ્રાહમણ પરિવારના ભરતકુમાર આનંદીલાલ જોષીની ગાયત્રી નામની ૨૦ વર્ષીય દીકરી કે જે એમ.આર. કેટેગરી અંતર્ગત મંદબુધ્ધિ અને વિકલાંગ છે અને તે દાહોદ ખાતે આવેલ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલમાં અભ્યાસ કરે છે.

ત્રણેક માસ અગાઉ બિહારના પટના ખાતે યોજાયેલ સ્પેશ્યલ ઓલમ્પિક નેશનલ ચેમ્પીયનશીપ ૧૭-૧૮ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાની બોચીની રમતમાં ગાયત્રીએ ભાગ લીધો હતો જેમાં ગાયત્રી રાષ્ટ્રીય કક્ષાની બોચીની રમતમાં રાષ્ટ્રકક્ષાએ બીજા નંબરે આવતા તેને સિલ્વર મેડલ મળતા ગાયત્રીના માતા-પિતા સહિત તેના પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઇ ગઇ હતી. એક નાનકડા ગામમાં અને તે પણ માનસિક વિકલાંગ રીતે ઉછરેલી છોકરીમાં રહેલી આવી જ વિશેષ બાબતને ધ્યાનમાં રાખી જીલ્લા વહીવટી તંત્રએ શાળાકીય અંક ૧૬ થી ૨૧ (M.R) સ્પેશ્યલ ઓલમ્પિક નેશનલ ચેમ્પીયનશીપ ૧૭-૧૮ અંતર્ગત ગાયત્રીને સિલ્વર મેડલ મળતા ૨૬મી જાન્યુઆરીની જીલ્લા કક્ષાની પંચેલા ખાતેની ઉજવણી દરમિયાન રા.ક.મંત્રી ઇશ્વરભાઇ પરમારના વરદ હસ્તે ગાયત્રીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.

૨૬મી જાન્યુઆરીની જીલ્લાકક્ષાની ઉજવણી દરમિયાન રા.ક.મંત્રી ઇશ્વરભાઇ પરમારના વરદ હસ્તે ગાયત્રીને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવતા ગાયત્રીના માતાપિતા પોતાની દીકરી ઉપર ગર્વ અનુભવી ગદગદિત થઈ ગયા હતા અને ગાયત્રીને એવોર્ડ થકી સન્માનીત કરવામાં આવતા ગાયત્રીના પરિવારજનોમાં પણ હરખની લહેર છવાઈ ગઈ હતી

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here