વિરમગામમાં બ્રહ્મ સમાજ ની હિતવાંચ્છુ પરશુરામ સેના સંસ્થા દ્વારા વિરમગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારના બ્રહ્મ સમાજના પત્રકારોનો સન્માન સમારંભ યોજાયો હતો. આ ઉપરાંત નાના બાળકો નો ગીત-સંગીત તથા નૃતનો તથા ભાગ લેનાર તમામ બાળકોનો ઇનામ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિરમગામના પીઢ પત્રકાર નવીનભાઈ મહેતા સહીતના બ્રહ્મ સમાજના પત્રકારોનું પુષ્પગુચ્છ તથા મેમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે સાહિત્યકાર અને શિક્ષણ ક્ષેત્રે અને ગુજરાત સાહિત્ય પરિષદનો ઉચ્ચ હોદ્દો ધરાવતા લોકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિરમગામ પરશુરામ સેનાના હોદ્દેદારો અને સભ્યચએ સુંદર સેવા બજાવી હતી. કાર્યક્રમ બાદ તમામ આમંત્રિત ભુદેવો માટે ભોજન સમારંભ નું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, પરશુરામ સેના દ્વારા વિરમગામમાં ભૂદેવોની એકતા માટે સુંદર પ્રયાસ કરવામાં આવી રહા છે.
