પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો અરવલ્લી જીલ્લાના મોડાસામાં માલધારી સમાજ દ્વારા દેખાવો કરતા વિરોધ પ્રદર્શન કરાયું

0
182

SANDIP PATEL – ARVALLI

 

 

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મુખ્ય મથક મોડાસા માં માલધારી સમાજ દ્વારા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના પુતળા દહન પહેલા જ પોલીસે પુતળું કબજે લીધું. હિંદુ સંસ્કૃતિમાં માતા સમાન ગણાતી ગાય માતા પર ટીપ્પણી કરાઈ. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા હિંદુ સંસ્કૃતિમાં માતા સમાન ગણાતી ગાય માતા પર ટીપ્પણી કરતા ગુજરાતનો માલધારી સમાજને ઠેસ પહોચતા તેમને વિરોધ કર્યો હતો અને આ વિરોધ નો સુર સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજમાં આક્રોસ દેખાઈ રહ્યો છે જેના સંદર્ભે આજરોજ અરવલ્લી જીલ્લાના મોડાસામા માલધારી સમાજ ધ્વારા પાટણ ના ધારાસભ્ય કિરીટ પટેલનો આજરોજ પુતળા દહનનો કાર્યક્રમ બપોરે ૧૨ કલાકે રાખવામાં આવ્યો હતો ત્યારે માલધારી સમાજના યુવાનો એકઠા થઇ મોડાસા દિપ વિસ્તારમાંથી કિરીટ પટેલ “હાય – હાય” ના નારા લગાવી પુતળું લઇ રેલી સ્વરૂપે મોડાસાના ચાર રસ્તા પર પહોચ્યા હતા.ત્યાં પૂતળાનો દહન કાર્યક્રમ શરુ થાય તે પહેલા આ પુતળાને મોડાસા પોલીસ ધ્વારા પોલિસના કબ્ઝામાં લઇ લેવામાં આવ્યું હતું અને અરવલ્લી મોડાસામાં માલધારી સમાજ જે ગાયને માતા ગણે છે તેવો વર્ગ પુતળા દહન કર્યા વગર પાછા ફરતા તેમનામાં નિરાશા જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here