પોલીસ લોકરક્ષકની પરીક્ષા પેપર લીક થવાના કારણે રદ થતાં ગરબાડા તાલુકાના કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓ ભારે નિરાશ થયા

0
163

 

 

 

ગુજરાત પોલીસ દળમાં હથિયારી-બિન હથિયારી લોકરક્ષક (કોન્સ્ટેબલ) અને જેલ સિપાહીની સીધી ભરતી કરવા માટેની પ્રાથમિક પરીક્ષા લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા આજ તા.02/12/2018 રવિવારના રોજ લેવામાં આવવાની હતી. જેમાં રાજ્યભરના જુદાજુદા પરીક્ષા કેન્દ્રો ઉપરથી રાજ્યભરમાંથી અંદાજિત નવ લાખ જેટલા પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા. આ પરીક્ષા માટે ગરબાડા તાલુકામાં પણ પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવતા મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ ગરબાડા તાલુકામાં ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા આપવા ઉપસ્થિત થયા હતા. જોકે પેપર લીક થવાને કારણે ગુજરાતભરમાં આ પરીક્ષા મોકૂફ રાખવામા આવેલ હોવાની જાહેરાત કરવામાં આવતા ગરબાડા તાલુકામાં ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ પરીક્ષા આપવા આવેલા પરીક્ષાર્થીઓમાં ભારે નિરાશા સાંપડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here