બનાંસકાઠા અને ડીસા રોડ પર ટ્રીપલ અકસ્માત સર્જાતા ઘટના સ્થળ પર 4 લોકોના તથા સારવાર દરમિયાન 1નું મોત

0
81

 KHETA DESAI –  BANASKANTHA 

 

 

 

  • ડીસા રોડ પર ટ્રીપલ અકસ્માત, દિકરીના લગ્ન કરાવા જઇ રહેલા માતા-પિતા સહિત 5ના મોત
બનાસકાંઠા અને ડીસા રોડ પર ટ્રીપલ અક્સમાત સર્જાતા ઘટના સ્થળ પર 4 લોકોના તથા સારવાર દરમિયાન 1નું મોત થયું છે. ડીસા – પાંથવાડા હાઇવે પર ટ્રીપલ અકસ્માત થતા ટ્રેલરમાં આગ લાગી હતી. ટ્રેલરમાં આગ લાગવાથી 2 લોકો ઘટના સ્થળે બળીને ભડથું થતા તેમનું મોત થયું હતું. જ્યારે ટ્રેલર સાથે અથડાએલી કારમાં પાંચ લોકો સવાર હતા. જેમાંથી બેનું ઘટના સ્થળે અને 1નું સારવાર દરમિયાન મોત થયું હતું.
આ દુર્ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો, પોલીસની ટીમ અને ફાયરફાઇટરના જવાનો રાહત કામમાં ત્વરિત જોડાઇ ગયા હતાં. હજી અન્ય લોકો ગાડીમાં ફસાયાની આશંકા વર્તાઇ રહી છે. જેના કારણે મૃતકોની સંખ્યામાં વધારો થઇ શકે છે.પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુન્હો નોધી આગળની કર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યું આંક વધે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
દિકરીના લગ્ન પહેલા માતા પિતાનું મોત, કારમાં સવાર પરિવાર દિકરા અને દિકરીના લગ્ન માટે જઇ રહ્યો હતો. વરરાજા પણ ગાડીમાં જ હતો. જ્યારે કારમાંથી સવાર વરરાજાના માતાપિતાનું ઘટના સ્થળે જ મોત થયું છે. મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મહત્વની તો એ બાબત હતી કે આ પરિવારમાં દિકરાના લગ્ન બાદ દિકરીના પણ લગ્ન હતા. ત્યારે અક્સ્માતમાં થયેલા મોતથી લગ્નનો માહોલ માતમમાં છવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here