બાવળા તાલુકામાં આંતર રાષ્ટ્રીય મહિલા દિને જન્મેલ દિકરીઓનું નન્હી પરી તરીકે સ્વાગત કરવામાં આવ્યુ

0
219

NILKANTH VASUKIYA – VIRAMGAM

 

–  નન્હી પરીને કીટ ઉપરાંત ભાજપ મહિલા મોરચા દ્વારા ફ્રુટનું વિતરણ કરાયુ

આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવણી નિમિત્તે નન્હી પરી અવતરણ અંતર્ગત જન્મેલ બાળકીઓને સામુહિક આરોગ્ય કેન્દ્ર બાવળા તથા સા.આ.કેન્દ્ર બગોદરા ખાતે કીટ વિતરણ કરવામાં આવ્યુ હતુ. નન્હી પરીને પાંચ ગ્રામનો ચાંદીનો સિક્કો જેની પર સરસ્વતી અને લક્ષ્મીનો માર્ક છે, આકર્ષક પેકિંગમાં શુધ્ધ મિઠાઈ, ઝભલુ, ટોપી,હાથ-પગના મોજા, રૂમાલ, સાબુ,સેનેટરી નેપકીન સહિતની કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત ભાજપ મહિલા મોરચા દ્વારા ફ્રુટ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ભાજપ મહિલા મોરચાના સંયોજક ડો.દિપીકા સરડવા, બાવળા નગરપાલીકા પ્રમુખ મીનાબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. અલ્પેશ ગાંગાણી,પ્રકાશભાઇ પટેલ, રમીલાબેન રાઠોડ,મહિલા મોરચ પ્રભારી સરલાબેન મકવાણા, વર્ષાબેન ઠાકોર સહિત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ભાજપના પદાધીકારીઓ, હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિ રહ્યા હતા.

અમદાવાદ જિલ્લા ભાજપ મહિલા મોરચાના સંયોજક ડો.દિપીકા સરડવાએ જણાવ્યુ હતુ કે, આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નન્હી પરી અવતરણ યોજનાના ભાગરૂપે સામુહિક આરોગ્ય કેન્દ્ર બગોદરા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સા.આ.કેન્દ્રમાં જન્મેલી દીકરીઓનું નન્હી પરી તરીકે કીટ આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા અને મહીલ સશક્તિકરણ  માટે ગુજરાત સરકાર અવિરત પ્રસંશનિય કામગીરી કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here