કૈલિફોર્નિયામાં PM મોદીની બે ટૂક – UN 70 વર્ષથી નક્કી નથી કરી શક્યુ કે આતંકવાદ શુ છે

0
651
Desk – newstok24
                         એક વર્ષ પછી અમેરિકાને પીએમ મોદીની એટલી જ આતુરતા હતી. એ જ તારીખ એ જ મહિનો 18000થી વધુ ભારતીયોની એવી જ ભીડ.. એવો જ ઉત્સાહ એવુ જ ભવ્ય આયોજન. બસ સ્થાન બદલાય ગયુ છે. આ વખતે સૈન હોજેનો સૈપ સેંટર છે તો ગયા વર્ષે ન્યૂયોર્કનુ મૈડિસન સ્કવેયર હતુ.
પીએમ મોદીએ સૈન હોજેના સૈપ સેંટરમાં ભારતીયોજે સંબોધિત કર્યા. ત્યારબાદ તેઓ વોશિંગટન રવાના થઈ ગયા. ગયા વર્ષે પણ 28 સપ્ટેમ્બરના રોજ મોદીએ ન્યૂયોર્કના મેડિસન સ્કવેયરમાં 18 હજારથી વધુ ભારતીયોને સંબોધિત કર્યા હતા.
કોંગ્રેસ પર પ્રહાર 
મોદીએ ભારતીય રાજનીતિમાં ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કર્યો. તેમણે કોઈપણ પાર્ટીનુ નામ લીધા વગર કહ્યુ કે પુત્રને 250 કરોડ, પુત્રીને 500 કરો અને જમાઈએ હજાર કરોડ બનાવ્યા. આજે હુ તમારી સામે ઉભો છુ.  શુ મારા પર કોઈ આરોપ છે.
આ છે JAM થ્યોરી 
મોદીએ જેમ થ્યોરીનો મતલબ પણ સમજાવ્યો. બતાવ્યુ J મતલબ જનધન બેંક ખાતા, A મતલબ આધાર કાર્ડ અને M મતલબ મોબાઈલ ગવર્નેસ. આ ત્રણેય જેમ ઓફ ઑલ છે.
આતંકવાદ પર સખત વલણ 
મોદીએ કહ્યુ કે આતંકવાદ સારુ કે ખરાબ નથી હોતુ.  સારા-ખરાબ આતંકવાદથી માનવતાની રક્ષા નથી થઈ શકતી.  આતંકવાદ આતંકવાદ હોય છે. UN 70 વર્ષથી નક્કી નથી કરી શક્યુ કે આતંકવાદની પરિભાષા શુ છે.
ગુડ મોર્નિંગ કૈલિફોંર્નિયા 
મોદીએ મંચ પર આવતા જ ઉત્સાહિત ભારતીયોને અભિનંદનમાં કહ્યુ – ગુડ મોર્નિંગ કૈલિફોર્નિયા પછી મેડિસન સ્ક્વેયરનો ઉલ્લેખ કર્યો. અમેરિકી ભારતવંશીયોને યાદ અપાવ્યુ કે આજે ભગત સિંહનો જન્મદિવસ છે. સૈપ સેંટરમાં વીર ભગત સિંહ અમર રહેના નારા ગૂંજી ઉઠ્યા.પીએમ મોદીના સંબોધન પહેલા સૂફી ગાયક કૈલાશ ખૈરે અમેરિકી ભારતીયોને પોતાના ગીતો પર ઝૂમવા મજબૂર કર્યા. તેમણે પોતાના ગીતોમાં મોદી અને સિલિકૉંન વૈલીનો ખૂબ ફાયદો ઉઠાવ્યો.
તાળીઓથી ગૂંજી ઉઠ્યુ સ્ટેડિયમ 
કૈલાશ ખેરે પોતાનુ ગીત ‘પ્રીતની લત મોહે એસી લાગી’ ગીતમાં સુધ-બુધ ન રહી તન-મન કી.. એ તો જાને સિલિકૉણ વૈલી સારી.. લાઈનો જોડીને અમેરિકી ભારતીયોનુ મન મોહી લીધુ. સૈપ સેંટર તાળીઓની ગડગડાહટથી ગૂંજી ઉઠ્યુ.
અમેરિકી સાંસદોએ મોદીને આપી શાર્ક જર્સી
અમેરિકી સાંસદોએ સૈપ સેંટર પહોંચતા પીએમ મોદીનુ સ્વાગત કર્યુ અને તેમને શાર્ક જર્સી ભેંટ આપી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here