ભરૂચ જીલ્લાના અંકલેશ્વરથી ગુમ થયેલ બે સગીર બાળકીઓને શોધી સરાહનીય કામ કરતી વિરમગામ ટાઉન પોલીસ

0
75
  • બાળકીઓના વાલીએ વિરમગામ આવી બાળકીઓને સુરક્ષિત જોઇ હર્ષની લાગણી અનુભવતા પોલીસ સ્ટેશન ખાતે લાગણીસભર દ્રશ્ય  સર્જાયેલ
પોલિસ અધિક્ષક  આર.વી.અસારી  અમદાવાદ ગ્રામ્ય તથા નાયબ પોલીસ અધિક્ષક પી.ડી.મણવર વિરમગામ વિભાગ વિરમગમનાઓએ પો.સ્ટે. વિસ્તારમાં ગુમ થયેલ બાળકો / મહિલાઓ શોધી કાઢવા તથા અજાણ્યા બાળકો/મહિલાઓને તપાસી યોગ્ય કરવા ખાસ તાકીદ કરેલ છે. આ બાબતે વિરમગામ ટાઉન પો.સ્ટે. ઈ.પો.ઈન્સ. કે.એન.ભૂકણના માર્ગદર્શન અન્વયે તા.૧૬/૧૨/૨૦૧૮ ના રોજ સાંજ ના સમયે વિરમગામ ટાઉન પો.સ્ટે.ના પો.સ.ઈ. એમ.જી.પરમાર તથા સ્ટાફના માણસો પો.કો જીતસીંગ,  પો.કો. દિગ્વિજયસિંહ, પો.કો. કલ્પેશભાઇ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન વિરમગામ રેલ્વે સ્ટેશનની બહાર આવેલ જૈન ધર્મશાળા  નજીક  રોડની સાઇડમાં બે સગીર વયની અજાણી બાળકીઓ ઉભલે હોય શંકા જતા પો.સ.ઇ. પરમારનાઓએ પ્રાથમીક પુછપરછ કરતા બંને બાળકીઓ હિંદી ભાષી હોઇ કઇક છુપાવતી હોવાનું માલૂમ પડતા બંનેને સુરક્ષિત  પો.સ્ટે. ખાતે લાવી મહીલા પોકો. શીવાનીબેન નાઓને સાથે રાખી પો.સ.ઇ. એમ.જી. પરમારનાઓએ પ્રેમપૂર્વક લાગણીથી ઉડાણ પૂર્વક  પુછપરછ કરતા બંને બાળકીઓ આશરે ૧૫ વર્ષની  હોવાનું અને ભરૂચ જીલ્લાના  અંકલેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તાર નજીક સાથે રહેતી હોવાની તેમજ હાલે અભ્યાસ કરતી હોવાનું  અને તા.૧૧/૧૨/૨૦૧૮ ના રોજ ઘરેથી કોઇને કહયા વગર નીકળી ગયલે હોવાની હકીકત જણાવતા આ બાબતે ટેકનોલોજીની મદદથી સરકારશ્રી દ્વારા  શરૂ કરવામાં આવેલ “ track the missing child” નામની સાઇટ તથા ઇ ગુજકોપ પર વેરીફાઇ કરતા અને બંને બાળકીઓની પૂરી વિગત તથા ફોટા સાથેની વિગત મળી આવતા તેમજ વધુ ખાત્રી કરવા સારૂ ભરૂચ જીલ્લા ખાતે તપાસ તજવીજ કરતા આ બંને બાળકીઓ અંગે તેમના માતા પિતાએ અંકલેશ્વર સીટી પો.સ્ટે. ખાતે તા.૧૨/૧૨/૨૦૧૮ ના રોજ ફ.ગુ.નં. ૩૧૬/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૬૩ મુજબનો ગુનો નોધાયલે હોય તથા આ બંને બાળકીઓ ઉપરોકત ગુનાની ભોગ બનનાર હોય અને આજદીન સુધી મળી આવેલ ન હોવાની હકીકત મળતા બંને બાળાઓને પો.સ્ટે. ખાતે સુરક્ષિત  રાખી અંકલેશ્વર સીટી પો.સ્ટે. ખાતે જરૂરી જાણ કરી હતી. સબંધીત પો.સ્ટે. જાણ કરતા તા.૧૭/૧૨/૨૦૧૮ ના રોજ અકંલેશ્વર સીટી પો.સ્ટે.ના સબંધિત પોલીસ કર્મચારી તથા બાળકીઓના વાલી વારસ આવી જતા પોતાની બાળકીઓને સુરક્ષિત જોઇ હર્ષની લાગણી અનુભવતા પો.સ્ટે. ખાતે
લાગણીસભર દ્રશ્યો  સર્જાયેલ હતુ . અને બંને બાળકીઓને તેમને સોપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here