ભાજપ દ્વારા લોકસભા ચુંટણી પુર્વે બાવળાથી ખાટલા બેઠકની શરૂઆત કરવામાં આવી

0
71

 

–    અગામી લોકસભા ૨૦૧૯માં નરેન્દ્રભાઈ મોદી ને ફરી મત આપી ભાજપને વિજયી બનાવવાનો કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો

લોકસભાની ચુંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારથી જ ચુટણી પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે, અને ભાજપ દ્વારા મતદારોની વચ્ચે જઇને લોકસભામાં ભાજપના ઉમેદવારને મત આપીને જીતાડવા માટે સંકલ્પ લેવડાવવામાં આવી રહ્યો છે. અગામી લોકસભા ૨૦૧૯ માં નરેન્દ્રભાઈ મોદી ને ફરી મત આપી ભારતીય જનતા પાર્ટી ને વિજયી બનાવવાનો સંકલ્પ આર સી પટેલ અને કાર્યકર્તાઓ એ લીધો હતો. તા.૧-૧-૨૦૧૯ મંગળવાર ના રોજ અમદાવાદ જીલ્લા ભાજપ પ્રમુખ  આર સી પટેલ દ્વારા લોકસભા ૨૦૧૯ ચુંટણી અનુસંધાને બાવળા શહેર વોર્ડ -૬ થી ખાટલા બેઠક ની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં બાવળા મંડલ પ્રમુખ  કેતનભાઈ પટેલ, મહામંત્રી જયભાઈ વ્યાસ,  નરેન્દ્રભાઈ રાધાણી, નગરપાલિકા ઉપ પ્રમુખ દશરથભાઈ ઠાકોર, નગરપાલિકા સદસ્ય કમલેશભાઈ પટેલ, કાર્તિકભાઈ ચૌહાણ, પંકજભાઈ ઠાકોર, દીપકભાઈ ભટ્ટ, યુવા મોરચા પ્રમુખ ચિરાગભાઈ પટેલ,  તુષારભાઈ ગુર્જર, રોનક્ભાઈ મિસ્ત્રી, વંદનભાઈ લુહાર સહીત કાર્યકર્તાઓ હોદ્દેદારો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here