Monday, November 11, 2024
Google search engine
HomeM. P. - મધ્ય પ્રદેશમધ્યપ્રદેશના થાંદલામાં જૈન મુનિ સાથે અભદ્ર વ્યવહાર કરતા દાહોદમાં જૈન સમાજ દ્વારા...

મધ્યપ્રદેશના થાંદલામાં જૈન મુનિ સાથે અભદ્ર વ્યવહાર કરતા દાહોદમાં જૈન સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું

ગયા સપ્તાહે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા નગરમાં પૂજ્ય શ્રી શુભેષમુનિજી મ.સા.ના પટ્ટધર શિષ્ય આદરણીય આચાર્યપ્રવર પૂજ્ય પૂજ્ય શ્રી ધર્મદાસ ગણ નાયક સાથે બેઠેલા એક ચોક્કસ સમુદાયના કેટલાક તોફાની તત્વોએ પૂજ્ય શ્રી શુભેષમુનિજી મ.સા.ના શિષ્ય સાથે અત્યંત અભદ્ર વર્તન કર્યું હતું જેના કારણે સમગ્ર દાહોદ જૈન સમાજ આહત થયો છે અને આ જઘન્ય અપરાધને સખત શબ્દોમાં વખોડી કાઢે છે.

સંતો એ સમાજનો અમૂલ્ય વારસો છે. આત્મ-ધ્યાન સાથે તેઓ વિશ્વના કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહે છે.તેમની સાથે આ પ્રકારનો અન્યાયી વ્યવહાર સમગ્ર સમાજ માટે અસહ્ય છે. ઘટનાની નોંધ લેતા, થાંદલા શ્રી સંઘની અરજી પર જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કેટલાક ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. આ માટે જૈન સમાજ વહીવટીતંત્રનો આભાર માને છે.

દોષિતોને કડકમાં કડક સજા કરવાની માંગણી સાથે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે જેથી ભવિષ્યમાં આવી અપ્રિય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.તે માટે સમસ્ત દાહોદ જૈન સંઘ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન આપી આ આવેદન ભરતના માનનીય ગૃહ મંત્રી અમિતભાઈ સહ સુધી પહોંચાડી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં ફરીવાર ના બને.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments