માંડલમાં સ્વયંભૂ દેવીશ્રી ખંભલાય માતાના પ્રાગટ્ય સ્થાને પાંચ દિવસ સુઘી ત્રિગુણાત્મક યંત્રશક્તિ આરાઘના મહોત્સવની ધૂમધામથી ઉજવણી, તળાવની મધ્યમાં આવેલ ખંભલાય માતાજી મંદિરને રોશનીથી શણગારાયુ

0
568
PIYUSH GAJJAR – DAHOD
 
તળાવના મધ્યમાં આવેલા માં ખંભલાય માતાજી મુખ્ય પ્રાગટ્ય સ્થાનનો આકાશી નજારો. અમદાવાદ જિલ્લાના માંડલમા ચોટીલાના માં ચામુંડા ના બીજા પ્રાગટ્ય સ્વરૂપ સ્વયંભૂ દેવી શ્રી ખંભલાય માંનું પ્રાગટ્ય સ્થાન.
અમદાવાદ જિલ્લાના માંડલમા સ્વયંભૂ દેવી અને માં ચામુંડાનું બીજુ સ્વરૂપ એટલે જગત જનની પરમેશ્વરી શ્રી ખંભલાય માં માંડલના તળાવ મા સ્વયંભૂ પ્રાગટ્યમાન માતાજીને ખભા પર બેસાડીને ગામમા લાવ્યા એટલે માતાજી ખંભલાય તરીકે પુજાય છે. હાલમાં માંડલમા માં સ્વયંભૂ દેવી શ્રી ખંભલાય માતાના પ્રાગટ્ય સ્થાને ત્રિગુણાત્મક યંત્રશક્તિ આરાઘન ચાલી રહી છે માંડલના રાજમાર્ગ પર ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. જેમા મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. માંડલ ખંભલાય માતાજીના ટ્રસ્ટ દ્વારા થોડા સમય પહેલા આધારભૂત મહાગ્રંથોની મદદથી સુવર્ણ, રજત, ત્રાંબુ, જસત, કાંસા જેવી પવિત્ર ઘાતુઓ અને મિશ્ર ઘાતુઓની મદદ થી કુલ ૩૦૦ નંગ મહાલક્ષી યંત્રનુ નિર્માણ કરવામાં આવેલ છે. આગામી ૫ દિવસ નો ત્રિગુણાત્મક યંત્ર શક્તિ આરાઘના મહોત્સવ અંતગર્ત વિવિઘ ઘાર્મિક પ્રસંગો યોજાશે. આ કાર્યક્રમના ભાગરૂપે તળાવની મધ્યમાં આવેલ સ્વયંભૂ દેવી મા ખંભલાય માતાજી  મુખ્ય પ્રાગટ્ય સ્થાન ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here