મોડાસા મુસ્લિમ યુવકે દુકાને રિચાર્જ કરાવી ગયેલ હિંદુ છોકરી ને વારંવાર અસલીલ SMS મોકલતા યુવતીના પરીવાજનો એ રોડ પરજ બરાબરનો ઘમરોળતા પરિવાર પોલીસના શરણે

0
561

Rakesh maheta logo-newstok-272-150x53(1)Rakesh Maheta Bureau Arvalli 

મોડાસાના ચાર રસ્તા ઉપર મોબાઈલ રીચાર્જ કરનાર મુસ્લિમ યુવકે હિન્દુ પરિવારની યુવતીના મોબાઈલમાં રીચાર્જ કર્યા પછી યુવતીને વારંવાર એસ.એમ.એસ. મોકલતાં યુવતીના પરિવારજનોનું ટોળું ગુરૃવારની સમી સાંજે ચાર રસ્તા ઉપર ધસી આવતાં મોટું દંગલ મચી ગયું હતું. ઉશ્કેરાયેલા ટોળાએ ભારે હોબાળો મચાવતાં તંગદિલીનો માહોલ ઉભો થતાં બંન્ને સમુદાય વચ્ચે મોટો ભડકો થાય તેવી સ્થિતિ પેદા થતાં મોટો પોલીસ કાફલો સ્થળ ઉપર ખડકી દેવાયો હતો. જ્યારે મામલો તંગ જણાતાં આસપાસના વેપારીઓ દુકાનોનાં શટર ટપોટપ બંધ કરી ઘરે ભેગા થઈ ગયા હતા. ચાર રસ્તા ઉપર તંગદિલીનો માહોલ સૌ કોઈએ નજરો સમક્ષ જોયો હોવા છતાં આ મુદ્દે પોલીસ દફતરે કશું જ ન નોંધાતાં મોટું આશ્ચર્ય ઉભું થયું છે.

મોડાસા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની યુવતીએ મોડાસાના ચાર રસ્તા ઉપરની એક દુકાનમાં પોતાના મોબાઈલ ફોનમાં બેલેન્સ કરાવ્યું હતું અને ત્યાર પછી મોબાઈલ બેલેન્સ કરનાર મુસ્લિમ યુવકે યુવતીના નંબર ઉપર પજવણી કરતા એસ.એમ.એસ. શરૃ કરતાં યુવતી મનોમન મૂંઝવણ અનુભવી રહી હતી. એક તરફી એસ.એમ.એસ.નો મારો ચાલુ રહેતાં યુવતીએ સમગ્ર હકીકત પરિવારજનોને જણાવતાં યુવતી અને પરિવારનું ટોળું આક્રોશ સાથે ચાર રસ્તા ઉપર ધસી આવતાં તંગદિલી છવાઈ હતી. જોત જોતામાં અન્ય લોકોનાં ટોળાં પણ હકીકત જાણવા માટે ઉમટી પડતાં એક તબક્કે બે સમુદાય વચ્ચે મોટો ભડકો થાય તેવી સ્થિતિ પેદા થઈ હતી.

યુવતીના પરિવારજનોએ મુસ્લિમ યુવકને બરાબરનો ઘમરોળી નાખતાં ટાઉન પોલીસ દોડતી થઈ હતી. જ્યારે સ્થિતિ વધુ સ્ફોટક થાય તેમ જણાતાં આસપાસના વેપારીઓ દુકાનો બંધ કરી ઘરભેગા થઈ ગયા હતા. જ્યારે સ્થળ ઉપર પોલીસનો કડક સુરક્ષા પ્રબંધ ઉભો કરાતાં સંવેદનશીલ શહેરમાં મોટો ભડકો થતાં માંડ ટળ્યો હતો. વેપારીને પોલીસ પોલીસ સ્ટેશનમાં રક્ષણ આપી લઈ ગઈ હોવા છતાં આ મુદ્દે કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાનું ફરજ પરના પી.એસ.ઓ.એ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here