રાજકોટનાં ધોરાજીમાં વરસાદ પડતા નગર પાલિકાનું તંત્ર ઘોર નિંદ્રા ઝડપાઈ

0
141

02. ALPESH TRIVEDI - DHORAJI

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજ રોજ ગત રોજની જેમ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો મારતાં પવન સાથે પહેલાં રીમઝીમ વરસાદ વરસવાનું શરૂ કર્યું ત્યાર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. મોડી સાંજ સુધી વરસાદ પડ્યો અને શહેરનાં માર્ગોમાં ભુવાઓ પડયા છે જેથી લોકોને અવરજવરમાં ભારે પરેશાની વેઠવી રહી છે પણ તંત્ર પાસે જો અને તો ની નિતી સિવાય કર્યા કાંઈ કરી શકે તેમ નથી ને ચોવીસ કલાકનો વરસાદ 56 મીમી અને અત્યાર સુધીનો કુલ વરસાદ 577 મીમી નોંધાયો હતો શહેરના માર્ગો ફરી પાણી પાણી થઈ ગયાં હતાં અને વરસાદ માં લોકો એ ન્હાઈ ને ગરમી થી રાહત અનુભવી હતી હજું રીમઝીમ વરસાદ શરૂ જ છે  ધોરાજી પંથકમાં આવેલ વરસાદ થી લગભગ હવે પીવાનાં પાણી સમસ્યા દુર થઈ જવાં પામી છે અને ધરતી પુત્રો પણ ખુશ ખુશાલ જોવા મળ્યા છે અને ધોરાજીના શફુરા નદી બે કાંઠે વહેતી થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here