રાજકોટ જીલ્લાનાં ધોરાજીના માર્કેટ યાર્ડમાં તસ્કરો ત્રાટક્યા યાર્ડમાં એક સાથે 9 જેટલી દુકાનોના તાળા તૂટ્યાં અંદાજીત 3.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરાયો, પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ કરી

0
113

02. ALPESH TRIVEDI - DHORAJI

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

ધોરાજીના મારકેટીંગ યાર્ડમાં ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને મારકેટીંગ યાર્ડની 9 દુકાનોના પાછળના ભાગેથી લોખંડ ની બારીઓ તોડીને અંદર ઘુસીને દુકાનોમાં તીજોરીઓ તથા કબાટ તોડીને 3.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરીને તસ્કરો રફુચક્કર થઈ ગયાં હતાં. સવારે મારકેટીંગ યાર્ડના વેપારીને જાણ થતાં તમામ મારકેટીંગ યાર્ડના વેપારીઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી
GTSને લઈને બંધ રહેલા રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં તસ્કર રાજકોટ છવાઈ જવા પામ્યું હતું. ગત રાત્રીના ધોરાજી માર્કેટ યાર્ડમાં તસ્કરોએ જય ભવાની ટ્રેડિંગ, ગોકુલ ટ્રેડિંગ, અમર ટ્રેડિંગ, ઈન્ડિયા ટ્રેડિંગ, રઘુવીર ટ્રેડિંગ સહિતની કુલ -9 દુકાનોના તાળા તોડીને દુકાનોમાં પ્રવેશ કરીને અંદાજે રૂપિયા પોણા ત્રણ લાખની રોકડ રકમની ચોરી કરી હતી. જેમને કારણે માર્કેટ યાર્ડના વેપારીઓમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. તો બીજી યાર્ડમાં શિવમ નામની દુકાનમાં પ્રવેશ કરેલ તસ્કરો CCTV કેમેરામાં કેદ થઈ જવા પામ્યા હતા. આ બનાવને પગલે ધોરાજી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરીને તસ્કરોને CCTV કેમેરાના ફૂટેજના આધારે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ધોરાજી શહેરમાં વારંવાર બનતી ચોરીની ઘટનાઓમાં મોટા ભાગે તસ્કરો પોલીસ પાંજરે પુરાતા ન હોવાથી લોકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here