રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની ભવ્ય જીતને લઇને વિરમગામ શહેર-તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ ફટાકડાં ફોડી ઉજવણી કરી

0
86

02. ALPESH TRIVEDI - DHORAJI

logo-newstok-272-150x53(1)

ALPESH TRIVEDI – DHORAJI

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપાના ચાણક્યને માત આપીને અહેમદ પટેલની ભવ્ય જીત થઇ છે. ત્યારે રાજ્યભરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યાં આજરોજ વિરમગામ શહેર-તાલુકાના કોંગ્રેસના હોદ્દેદારો આગેવાનો, કાર્યકરો દ્વારા શહેરમાં ગોલવાડી દરવાજા પાસે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી કોંગ્રેસના કાર્યકરો દ્વારા કોંગ્રેસ જીંદાબાદ અને અહેમદભાઇ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવી ફટાકડાં ફોડી ભવ્ય ઉત્સવના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં વિરમગામ શહેર કોંગ્રેસના પુલકિતભાઇ વ્યાસ, તાલુકા પ્રમુખ દેવેન્દ્રભાઇ સિંઘવ, ધ્રુવભાઇ જાદવ સહિત કોંગ્રેસના આગેવાન, કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ફટાકડાં ફોડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here