રામ જન્મભૂમિ મંદિર નિર્માણના અવસરે લીમખેડાના દુધિયામાં વિવિધ કાર્યક્રમ યોજાયા

0
137
500 વર્ષ થી વધુ ના સંઘર્ષ બાદ શ્રી રામજન્મભૂમિ અયોધ્યા ખાતે મંદિરનું ભુમી પુજન અવસરે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજે તા.૦૫/૦૮/૨૦૨૦ ને બુધવારના રોજ આખા દુધિયા ગામને ભગવા રંગની ધ્વજા થી તથા રોશનીથી શણગારવામાં આવ્યું. દુધિયાના રામજી મંદિરે બપોરના ૧૨:૨૦ કલાકે આરતી, ઘંટ નાદ તથા રામધૂન કરવામાં આવી હતી. ત્યારબાદ મીઠાઈ વહેંચી હતી અને સંધ્યાના સમયે તમામ ઘરે ઘરે દીપ પ્રગટાવવામાં આવ્યા અને રાત્રીના ૦૮:૦૦ કલાકે ભવ્ય આતીશબાજી તથા સિદ્ધિ વિનાયક મંડળ ગ્રુપ દ્વારા સુંદર કાંડનું આયોજન કરવામાં આવ્યું હતું.
દુધિયામાં આવેલ અયોધ્યા ધામ સોસાયટીમાં પણ વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ ભવ્ય આતીશબાજી કરવામાં આવી હતી. મંદિરને ફૂલો થી શણગારવાંમાં આવ્યું હતું. સાંજે રામજી મંદિરે દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો પોતાના ધંધા રોજગાર બંધ કરી આ ઐતિહાસિક કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here