રાષ્ટ્રીય સંયુક્ત મોર્ચા દાહોદ દ્વારા જૂની પેંશન લાગુ કરવા કર્મચારીઓ દ્વારા ધારણા કરી જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું

0
125

રાષ્ટ્રીય સંયુક્ત મોરચાની માંગ અનુસાર ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજનાને સ્થાને જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા સરકારને રજૂઆત કરવા ખૂબ મોટી રેલી કાઢી હતી અને તે દાહોદ ના રાજમાર્ગો ઉપર ફરી જિલ્લા સેવાસદન પૂર્ણ કરવામાં આવી હતી ત્યારબાદ આ સંદર્ભે દાહોદ કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

દાહોદ શૈક્ષિક મહાસંધ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો લાંબા સમયથી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા HTAT OP થયેલ શિક્ષકોના પ્રશ્નો નગર તથા મહાનગરપાલિકાના શિક્ષકો માટે ૪૨૦૦ ગ્રેડ-પે પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ, ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના સરકાર દ્વારા જાહેર કરાયેલ પ્રશ્નોના ઉકેલનો સત્વરે ઠરાવ તથા પરિપત્ર, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને બદલીનો લાભ આપવા વિનિયમમાં સુધારો, સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોની પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા ઠરાવ, કેન્દ્રના ધોરણે સાતમા પગાર પંચના ઘરભાડા તથા અન્ય ભથ્થા, શિક્ષકો પાસેથી કરાવવામાં આવતી બિનશૈક્ષણિક કામગીરી, એકમ કસોટી તેમજ અન્ય પડતર પ્રશ્નો ઉકેલવા અંગે આંદોલન ચલાવી રહ્યું છે. જે સંદર્ભે સમગ્ર ગુજરાત રાજ્યમાં આ આગાઉ બે તબક્કામાં આંદોલનાત્મક કાર્ય થઇ ચૂક્યા છે.

વિશાળ સંખ્યામાં શિક્ષક કર્મચારીઓની હાજરીમાં યોજાયેલ આંદોલનાત્મક કાર્યક્રમને સંપૂર્ણ સફળતા મળી છે. પ્રથમ તબક્કામાં તારીખ ૮ એપ્રિલ ૨૦૨૨ ના રોજ ૫૫,૦૦૦ થી વધુ શિક્ષક કર્મચારીઓની હાજરીમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લા મથકે રેલી ધરણા તથા કલેકટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું. બીજા તબક્કામાં ૬ મે ૨૦૨૨ ના રોજ યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર ખાતે સમગ્ર રાજ્યના ૫૦,૦૦૦ થી વધુ શિક્ષક કર્મચારીઓએ સક્રિયતાથી જોડાઇ એક દિવસના ધરણા કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા અપાવી. ત્યારબાદ વખતોવખત રાજ્ય સરકાર તથા માનનીય મુખ્યમંત્રી સમક્ષ આ પ્રશ્નોને સત્વરે ઉકેલવા રૂબરૂ તથા પત્ર લખી માંગ કરવામાં આવી છે.

તારીખ ૨૨ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ માનનીય મુખ્યમંત્રી ને રૂબરૂ મળી સમસ્યા ઉકેલ માટે આવેદન આપેલ હતું. અને જે અંગે આજ દિન સુધી કોઈ પ્રતિસાદના મળતાં સમગ્ર શિક્ષક કર્મચારી આલમમાં વ્યાપક રોષ, અન્યાય તથા અસંતોષની લાગણી ફેલાઇ હતી .ભારતભરમાં વિવિધ રાજ્યમાં જૂની પેન્શન યોજના લાગુ તથા ઘણા રાજ્ય કર્મચારી હિતમાં નવી પેન્શન યોજના દૂર કરી જૂની પેન્શન યોજનાનો પુનઃ અમલ કરી રહ્યા છે.તદ્ઉપરાંત ગુજરાત કરતાં રાજસ્થાન નાણાંકીય રીતે ઓછું સમૃદ્ધ હોવા છતાં, રાજસ્થાન સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાને પુનઃ લાગુ કરવામાં આવી છે.

શૈક્ષિક મહાસંઘ (ગ્રાન્ટેડ) આચાર્ય શૈક્ષિક મહાસંધ (ગ્રાન્ટેડ), અખિલ ભારતીય શૈક્ષિક મહાસંધ સંલગ્ન ઉચ્ચ શિક્ષણ સંવર્ગ શૈક્ષિક મહાસંધ, ભારતીય મજદૂર સંઘ ગુજરાત રાજ્ય સિનિયર સિટીઝન્સ એન્ડ પેન્શનર્સ અસોસિએશન ભારતીય મજદૂર સંઘ તથા સમર્થન આપેલ તમામ સંગઠન સમગ્ર ગુજરાતમાં ત્રીજા તબક્કાના આંદોલનનાત્મક કાર્યક્રમ કરી રહ્યા છે. જેની જાણ માનનીય મુખ્યમંત્રી તથા રાજ્ય સરકારને સંદર્ભ (૭) ના પત્રથી કરેલ છે.ઉપરોક્ત બાબત તથા સંગઠનના સંદર્ભપત્રોને ધ્યાને રાખી રાજ્ય સરકાર નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની તથા અન્ય પડતર પ્રશ્નોના ઉકેલની ઘોષણા કરે તેવી રાષ્ટ્રીય સંયુક્ત મોરચાની માંગ કરતો આવેદન પત્ર દાહોદ કલેકટરને પાઠવ્યો હતો અને યોગ્ય સ્તરે તેઓની રજૂઆત પહોચાડવાની વિનંતી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here