રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાણંદ દ્વારા વિજયાદશમી ઉત્સવ નિમિત્તે પથ સંચલન કાઢવામાં આવ્યું 

0
152

 

 

  • સાણંદ શહેરમાં ગ્રામજનો, વેપારીઓ દ્વારા ઠેર ઠેર સંચલનનુ ભવ્ય  સ્વાગત કરવામાં આવ્યું 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાણંદ તા.૨૧/૧૦/૨૦૧૮ ને રવિવારના દિવસે નગરપાલિકા હૉલ સાણંદ ખાતે વિજયાદશમી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નિવૃત તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઇ, અર્જુનસિંહ જાદવ ઉપસ્થીત રહ્યા હતા. આ ઉપરાંત  મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સુરેન્દ્રનગર વિભાગના સહ કાર્યવાહ ડો.મહેશભાઇ ચૌહાણે ઉપસ્થીત રહીને માર્ગદર્શન આપ્યું હતું. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આયોજિત વિજયાદશમી ઉત્સવમાં  મોટી સંખ્યામાં સ્વયંસેવકો તથા ગ્રામજનોએ ઉપસ્થીત રહ્યા હતા. વિજયાદશમી ઉત્સવ અંતર્ગત સ્વયં સેવકો દ્વારા પથ સંચલન કાઢવામાં આવ્યું હતું. જે નગરપાલિકા હોલ થી ટપાલ ચોક, પોલિસ ગેટ, મોચી બજાર, રામદેવપીર મંદિર, નાળાની ભાગોળ, ગૌરવ પથ ઉપરથી નગરપાલિકા પરત ફર્યું હતું. સાણંદ શહેરમાં ગ્રામજનો, વેપારીઓ દ્વારા ઠેર ઠેર પથ સંચલનનુ ભવ્ય  સ્વાગત કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here