લાયન્સ કલબ ઓફ વિરમગામ દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી કરાઇ, હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર, લેબોરેટરી અને અઘ્યતન ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

0
90

PIYUSH GAJJAR – VIRAMGAM

 

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા તા.૨જી જાન્યુઆરી થી ૭મી જાન્યુઆરી દરમિયાન નિદાન કેમ્પ, સામાજીક નાટક, સંગીત સંધ્યા, ઉદ્દઘાટન સહીત વિવિઘ કાર્યક્રમો યોજાયા હતા.
લાયન્સ કલબ ઓફ વિરમગામને ૫૦ વર્ષ અને લાયન્સ આંખ ની હોસ્પિટલને ૨૫ વર્ષ પુર્ણ થતા સુવર્ણ જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. વધુમાં લાયન્સ કલબ ઓફ વિરમગામ સંચાલિત હોસ્પિટલોના જીણોદ્ધાર માટે તા.૨જી થી ૭મી જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન લાયન્સ સપ્તાહની ઉજવણી કરાઇ રહી છે. ગત રોજ ૬ જાન્યુઆરી સાંજે ૦૫:૦૦ કલાકે સુવર્ણજયંતી મહોત્સવ કાર્યક્રમ લાયન્સ હોલમાં યોજાઇ ગયો. ચીનુભાઇ એચ. શાહ (સમાજરત્ન) રામપુરા (ભંકોડા) ના વતની હાલ મુંબઇ (ઓર્થોપેડીક હોસ્પિટલના દાતા) વિરમગામના ઘારાસભ્ય લાખાભાઇ ભરવાડ સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. વઘુમાં કાર્યક્રમમાં સેવંતીલાલ વોરા (ચેરમેન), અર્ષદ ઘેંસીયા (પ્રમુખ) અને અતુલ જોઘાણી (સેક્રેટરી) સહીત લાયન્સ કલબની ટીમ મહોત્સવને સફળ બનાવવા મહેનત કરી રહી છે.
લાયન્સ ઈન્ટનેશનલને ૧૦૦ વર્ષ, લાયન્સ ક્લબ ઓફ વિરમગામને ૫૦ વર્ષ અને લાયન્સ ક્લબ (સો.) ઓફ વિરમગામ સંચાલિત હોસ્પિટલના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ત્રિવેણી સંગમમાં લાયન્સ ક્લબ ઓફ વિરમગામ સંચાલિત હોસ્પિટલ અદ્યતન ઓપરેશન થિયેટર, લેબોરેટરી, પ્રવેશદ્વાર સહિતના ઉદ્દઘાટન કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here