લાયન્સ ક્લબ ઓફ ઝાલોદ દ્વારા ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ, ડેન્ટલ ચેકઅપ કેમ્પ તથા બ્રાઇટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો

0
181

Keyur A. Parmarlogo-newstok-272-150x53(1)

KEYUR PARMAR – DAHOD

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદની લાયન્સ ક્લબ ઓફ ઝાલોદ સંચાલિત બ્રાઇટ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલના મેદાનમાં આજ રોજ તા.- ૦૧/૦૭/૨૦૧૭ ને શનિવારનાં રોજ લાયન્સ ક્લબના ઝોન ચેરમેન મુકેશભાઇ અગ્રવાલ, પ્રમુખ ડો.ધર્મેન્દ્ર અગ્રવાલ, મંત્રી જવાહર અગ્રવાલ, તથા લાયન્સ ક્લબના સભ્યો કે.કે.નાયર અને ઓમપ્રકાશ ભંડારી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તથા લાયન ડો. ચિંતન અગ્રવાલ દ્વારા ધોરણ ૮, ૯ અને ૧૦ ના વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓનો ડેન્ટલ ચેકઅપ કરવામાં આવ્યો.
વધુમાં લાયન્સ ક્લબ ઓફ ઝાલોદ અને વસંત મસાલાના સંયુક્ત ઉપક્રમે વસંત મસાલાની ફેક્ટરી ખાતે ફેક્ટરીમાં કામ કરતાં કર્મચારીઓનો ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો હતો. તથા વધુમાં મહિપ હોસ્પિટલ ખાતે જે પેશન્ટ હોય અને તેમની સાથે આવેલા હોય તે બધા માટે જમવાનું પણ આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here