લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા આવતી કાલે વિના મુલ્યે આંખ, કાન, ગળા તથા હાડકા તપાસણીનો નિદાન કેમ્પ યોજાશે

0
377

PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના વિરામગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામના માંડલ રોડ પર આવતી કાલે તા.૨૧/૧૨/૨૦૧૭ ગુરુવારના રોજ સવારમાં ૦૯:૦૦ કલાક થી બપોરના ૧૨:૦૦ કલાક સુધી લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા વિના મુલ્યે નિદાન કેમ્પ યોજાશે. જેમાં ઓર્થોપેડિક હોસ્પિટલ, આંખની સાર્વજનિક હોસ્પીટલ, દાંતનું દવાખાનું, ઈ. એન.ટી. વિભાગ જેવા વિભાગ દ્વારા સાંઘાનો દુખાવો, સંઘિવાની સારવાર, હાડકાંના દરેક પ્રકારના ઓપરેશન તેમજ આંખની હોસ્પિટલ દ્વારા મોતીયાના ઓપરેશન, આંખની કોઇપણ તકલીફનુ સંપૂર્ણ મફત નિદાન કરવામા આવશે તથા વધુમાં નાક, કાન, ગળા, ફીઝીયોથેરાપી તથા પેથોલોજી સહીતનું મફત નિદાન કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here