Thursday, January 2, 2025
Google search engine
HomeLimkheda - લીમખેડાલીમખેડા 131 વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારએ ભર્યું ફોર્મ

લીમખેડા 131 વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારએ ભર્યું ફોર્મ

દાહોદની 131 – લીમખેડા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ગુંદીયાએ નામાંકન ભર્યુ. તેઓના પિતા લીમખેડાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. રમેશભાઈને પહેલીવાર કોંગ્રેસએ ટીકીટ આપી છે. તેઓ આજે તા.૧૬/૧૧/૨૦૨૨ ને બુધવારના રોજ બપોરે પોતાના સમર્થકો સાથે લીમખેડા પ્રગતિ હાઈસ્કુલ થી રેલી સાથે નીકળ્યા હતા. જેમાં ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા અને માજી સાંસદ પ્રભાબેન તાવિયાડ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ રૂપાલીબેન પરમાર તેમજ કોંગ્રેસના સંગઠનના હોદ્દેદારો સાથે આજે લીમખેડા SDM ઓફીસ ખાતે ફોર્મ જમા કરાવ્યું હતું અને કહ્યું હતું કે પાર્ટીએ મારામાં વિશ્વાસ રાખ્યો છે તે હું જાળવી રાખીશ અને લોકો મને જીત અપાવશે તો હું લોકોની સમસ્યાઓ જેવી કે બેરોજગારી, નોકરીઓ અને સ્થાનિક પ્રશ્નો નું નિરાકરણ લાવીશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments