લીમડી કુમાર શાળામાં યોજાયો બાળમેળો, લીમડી CRC કો – ઓર્ડીનેટર નાં હસ્તે થયો શુભારંભ

0
69

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી મથકે લીમડી કુમાર શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું. આ બાળ મેળાનો શુભારંભ લીમડી કુમાર શાળાનાં CRC કો – ઓર્ડીનેટર નાં વરદ્ હસ્તે કરવામાં આવ્યો. આ બાળમેળામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્ટોર લગાવામાં આવ્યા. આચાર્ય અને શિક્ષકોએ બાળકોની કામગીરીનું નિરીક્ષણ કર્યું. શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યુ

લીમડી કુમાર શાળા ખાતે બાળ મેળાનું આયોજન
કરવામાં આવ્યું હતું બાળ મેળામાં વિવિધ વિભાગોમાં રંગપૂરણી, ચિત્ર કામ, બાળગીત, અભિનય, ગીત, વાર્તા તથા વિવિધ કૌશલ્ય વર્ધન પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ બાળ મેળામાં બાળકોએ વિવિધ પ્રકારની પ્રવૃતિ કરી હતી. વિવિધ જાતના સ્ટોલ લગાવી બાળકોમાં વ્યવહારિક જ્ઞાન વધારવા માટે આ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું.

શાળાના આચાર્યે અને શીક્ષકો દ્વારા બાળકોની કામગીરીનું નિરીક્ષણ કરી અને તેમને જરૂરી માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતા તેમજ શાળાના સ્ટાફએ બાળકોનું પ્રોત્સાહન વધાર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here