લીમડી ચાકલીયા જતો સ્ટેટ હાઇવે ભ્રષ્ટાચાર નો ભોગ , બાબુઓ ખુશ પ્રજા પરેશાન

0
427

 

pritesh panchal logo-newstok-272-150x53(1)Pritesh Panchal Limdi

લીમડી ચાકલીયા જતો રટેટ હાઇવે ઉપર ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલી વેઠવી પડે છે ઝાલોદ તાલુકાના લીમડીથી ચાકલીયા જતો અને મધ્યપ્રદેશ ને જોડતો હાઇવે રોડ ઉપર ધણા ઉડા ખાડાઓ પડી ગયેલા જોવા મળી રહ્યા છે. એક તરફ રાજય સરકાર ગામડાઓ સુધી પાકી સડકો ના બણગા ફુકી રહી છે ત્યારે બંને રાજય ને જોડતો હાઇવે રોડની હાલત દયાજનક જોવા મળી રહી છે. લોક ચર્ચાઓ મુજબ આ રોડ માત્ર કાગળો ઉપર બનાવેલો હોવાનુ સાંભળવા મળેલ છે ત્યારે સરકાર ના કર્મચારી પાસે આ રોડની માહીતી અમારા પ્રતિનિધિ એ કોલ કરી જાણવા માટે કોશિશ કરતા સરકારી બાબુઓ  એ ફોન ઉઠાવાની તસ્દી પણ ન  લીધી. ત્યારે શુ આ રોડ ખરેખર તો કાગળો પર  હોય ને  તેવી શંકા ઓ મજબુત થાય છે કે કારણ કે સમગ્ર તાલુકા  રોડ વિષે  ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો નથી તો શું આ રોડ બનાવના સમયેજ ગેરરીતી તો નથી આચરવામાં આવી ? ગમે તે હોય આજે  તો માજ  ગયા ગણાય કારણકે નથી આ રોડ બરોબર કે નથી આ સરકારી બાબુઓ આ બાબતે કોઈ તસ્દી લઇ ને ઠોસ પગલા ભરતા. તો શું આ સ્ટેટ હાઇવે આજ પરિસ્થિતિ માં રેહશે કે પછી  આ બાબતે  કરાવીને આ રોડ બનાવડાવશે એ તો હવે આવનાર સમાજ બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here