લીમડી પો. સ્ટે. વિસ્તારના પીપળીયા ગામે મકાનમાંથી ₹.૩૭,૭૪૪/- નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી પ્રોહીનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી લીમડી પોલીસ

0
19

પંચમહાલ ગોધરા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા દાહોદ નાઓએ અગામી હોળી ધુળેટીના તહેવાર નિમિત્તે દાહોદ જિલ્લામાં ચાલતી પ્રોહિ જુગારની પ્રવૃત્તિ પર અંકુશ લાવવા સારું બુટલેગરોને તેમજ ગે.કા. દારૂના પરિવહન તથા સંગ્રહ કરતા ઈસમો ઉપર પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપે જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલ ઝાલોદ ડિવિઝન નાઓએ સૂચના અને માર્ગદર્શન પૂરું પાડેલ તથા એચ.સી. રાઠવા સી.પી.આઇ. ઝાલોદ સર્કલ ના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ લીમડી પોલીસ સ્ટેશનના સી.પી.એસ.આઈ. એમ.એફ. ડામોર તથા સે.પો.સ.ઈ. એમ.બી. ખરાડી તથા સ્ટાફના પોલીસ માણસો વિપુલભાઈ મંગળાભાઈ અ.હે.કો, મહેશભાઈ અશોકભાઈ આ.પો.કો, ધનંજયભાઈ સમુભાઈ અ.પો.કો. તથા પ્રદીપભાઈ નટુભાઈ અ.પો.કો. નાઓ સાથે લીમડી પો.સ્ટે. વિસ્તારના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી આધારે પીપળીયા ગામે ડાંગી ફળિયામાં રહેણાંક મકાનમાંથી ₹.૩૭,૭૪૪/- ના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે આ ગુનામાં વોન્ટેડ આરોપી મહેશભાઈ બાબુભાઈ નીનામા રહે ડાંગી ફળિયુ પીપળીયા તા ઝાલોદ જી દાહોદ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલના 280 તેની કુલ કિંમત ₹.૩૭,૭૪૪/- નો મુદ્દામાલ પકડી લીમડી પોલીસને પ્રોહિના ગણના પાત્ર કે શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here