વડોદરા ખાતે સ્વાઇન ફ્લુથી મૃત્યુ પામેલ મહિલાનો મૃતદેહ ગરબાડા કન્યા શાળાની સામે તેના ઘરે લાવવામાં આવતા તકેદારીના ભાગરૂપે કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને તાલુકા કુમાર શાળામાં શિફ્ટ કરવામાં આવી

0
152

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

ગરબાડાની કન્યા શાળાની સામે રહેતા પરીવારના અમુક સભ્યો વડોદરા રહેતા હતા. આ પરીવારની એક મહિલાનું સ્વાઇન ફ્લુના કારણે તારીખ.28/08/2017 ના રોજ મોત નિપજતા મૃતકના પરીવારજનો દ્વારા તેના મૃતદેહને આજ તારીખ.29/08/2017 ના રોજ ગરબાડા ખાતે વતનમાં તેના ઘરે લાવવામાં આવતા મૃતકમાં ઘરની સામેજ તાલુકા કન્યા શાળા આવેલ હોય અને આ શાળામાં ધોરણ.1 થી 8 સુધીની 447 બાળાઓ અભ્યાસ કરે છે. કન્યા શાળાની સામેજ આ મહિલાનો  મૃતદેહ લાવવામાં આવતા કોઈ બાળા બીમારીનો ભોગ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે શાળાના આચાર્ય દ્વારા શાળાની તમામ બાળાઓને તાત્કાલિક તાલુકા કુમાર શાળામાં અભ્યાસ અર્થે શિફ્ટ કરવામાં આવી હતી.

બાઇટ :  લીલાબેન બામણ્યા, આચાર્ય કન્યા શાળા ગરબાડા >>

       અમારી શાળાની સામે રહેતા પરીવારની એક મહિલાનું વડોદરા ખાતે સ્વાઇન ફ્લુના કારણે મોત થતાં આજરોજ તેમનો મૃતદેહ અહિયાં તેમના ઘરે લાવતા તકેદારીના ભાગ રૂપે એમોએ TPO સાહેબના આદેશથી શાળામાં હાજર 299 વિદ્યાર્થીનીઓને આજના દિવસ પૂરતી અભ્યાસ માટે તાલુકા કુમાર શાળામાં શિફ્ટ કરવામાં કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here