પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા દાહોદનાઓએ અગામી હોળી – ધુળેટીના તહેવાર નિમિત્તે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું ડ્રાઇવનું આયોજન કરી પરિણામ લક્ષી કામગીરી કરવા આદેશ આપેલ, જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલ ઝાલોદ ડિવિઝન નાઓએ સૂચના અને માર્ગદર્શન પૂરું પાડેલ તથા એચ.સી. રાઠવા C.P.S.I. ઝાલોદ સર્કલ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ તા.૫/૦૩/૨૦૨૩ ને રવિવારના રોજ લીમડી પોલીસ સ્ટેશનના સી.પી.એસ.આઇ. એમ.એફ. ડામોર તથા સે.પી.એસ.આઇ. એમ.બી. ખરાડી તથા સ્ટાફ પોલીસ માણસો વિપુલભાઈ મંગળાભાઈ આ.હે.કો. તથા મહેશભાઈ અશોકભાઈ આ.પો.કો. તથા પ્રદીપભાઈ નટુભાઈ અ.પો.કો. તથા ધનંજયભાઈ સમુભાઈ અ.પો.કો નાઓ સાથે લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમી આધારે વડોદરા ગ્રામ્યના વાઘોડિયા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુન્હાનો છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી મનીષભાઈ મહેન્દ્રભાઈ ઉર્ફે મુન્નાભાઈ જાતે ગડારીયા ઉ.વ. 38 વર્ષ રહે. દીપ નગર સોસાયટી, ચાકલિયા રોડ, લીમડી. તા. ઝાલોદ, જિ. દાહોદને તેના ઘરે પકડી પાડી CRPC ની કલમ – ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આમ લીમડી પોલીસને વડોદરા ગ્રામ્યના પ્રોહી ગુન્હાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
વડોદરા ગ્રામ્યના વાઘોડિયા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનનાં ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લીમડી પોલીસ
RELATED ARTICLES