સંજેલી તાલુકાના કરંબાથી લીમડી તરફ ના રસ્તાની કામગિરી અધૂરી રસ્તો ખોદીને કામ પડતું મુકાયું .
મેટલ કાંકરીના કારણે નાના વાહનચાલકોને પડતી મુશ્કેલી
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભાણપુર ચોકડી થી ટીશાના મુવાડા, ભાણપુર પાટીયા સુધીનો રસ્તો વતર્માન સમયે ખુબજ ઉબડખાબડ છે, આ રસ્તા પર અનેક જગ્યાએ નાના મોટા ખાડાઓ પડી ગયા છે. આથી દરરોજ આવતા જતા ટુવહીલરના વાહનચાલકોને ખુબ જ મુશ્કેલી પડતી હોય છે તથા રાતના સમયે બાઇક ચાલકોને ખાડાના કારણે પડી જવાનો પણ ભય પણ રહે છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગની કચેરી દ્વારા જરૂરી પેચવર્ક કરવા માટે પણ ધ્યાન આપવામાં આવતું નથી અને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
સંજેલી થી કરંબા લીમડી તરફના રસ્તાને ગયા વર્ષે જો એક સાથે 17km.નો રોડ રિકાર્પેટ કરવામાં આવ્યો હોય તો 15 જેટલા ગામડાંના લોકોને ખુબ જ રાહત મળતી પરંતુ સંજેલી – ભાણપુર ચોકડી થી ટીશાના મુવાડા – ભાણપુર, કરંબાથી લીમડી તરફના રસ્તાને ત્રણ ચાર ભાગમાં વહેંચીને વાહન ચાલકો માટે મુશ્કેલી ઉભી કરી છે.વતર્માન સમયે કરંબાથી લીમડી તરફના રસ્તા પર આવેલ સીમલીયા ખરવાની ફળીયા રોડ પર હાલમાં બે ત્રણ જગ્યાએ રસ્તાની કામગિરી માટે રોડ ખોદવામાં આવ્યો છે પરંતુ આવા મુખ્ય રસ્તાઓને ખોદકામ બાદ વહેલી તકે કામ શરૂ ન કરતા વતર્માન સમયે સંજેલી થી દાહોદ તરફ આવતા જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતી હોય છે. વધુમાં રાતના સમયે બાઇક ચાલકોને કાંકરી પર બાઇક સ્લિપ થતા અકસ્માતનો પણ ભય રહે છે ત્યારે કેટલાય દિવસથી ખોરંભે પડેલા આવા રસ્તાનું કામ વહેલી તકે પૂરું થાય તે જરૂરી છે. બીજું એવું કે સામે ચોમાસુ આવી રહ્યું છે જો એકાદ બે દિવસમાં વરસાદ પડે તો તે માર્ગ ઉપરથી પસાર થવું પણ મુશ્કેલ બની જશે. હવે જોવું એ રહ્યું કે આ કામ ક્યારે પૂરું કરવામાં આવે છે કે પછી તંત્ર આંખ આડા કાન કરી કુંભકર્ણની નિદ્રામાં જ રહે છે. કે પછી તે રસ્તાઓ ઉપર કોઈ જાનહાની થાય ત્યારે જાગે છે એ જોવું રહ્યું…