વિધાનસભા ચૂંટણીને લઈને ITBP ના જવાનોએ ગરબાડા નગરમાં તથા ગાંગરડી ગામમાં ફ્લેગ માર્ચ યોજી હતી

0
223

PRIYANK CHAUHAN – DAHOD

 

 

દાહોદ જિલ્લામાં આગામી ૧૪ ડીસેમ્બરના રોજ વિધાન સભાની ચૂંટણી યોજાનાર છે અને ચૂંટણીને સુપેરે પાર પાડવા તંત્ર સજ્જ બન્યું છે. દાહોદ જિલ્લાની ૬ વિધાનસભા સીટ ઉપર ચૂંટણી દરમ્યાન કોઈપણ જાતનો અનિચ્છનિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ITBP ની પાંચ જેટલી કંપનીઓ દાહોદ જિલ્લામાં ખડકી દેવામાં આવી છે.

વિધાન સભાની ચૂંટણીને લઈને ITBP ના જવાનોનું ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આગમન થતાં આજ તરીખ.૧૨/૧૧/૨૦૧૭ ના રોજ ITBP ના ૪૦ જેટલા જવાનોએ ગરબાડા પીએસઆઇ સહિત સ્થાનિક પોલીસના જવાનોને સાથે રાખી ગરબાડા નગરમાં તથા ગાંગરડી ગામમાં ફ્લેગ માર્ચ યોજી હતી.

આજરોજ રવિવારના હાટના દિવસે ITBP ના જવાનોએ એકાએક ગરબાડા નગરમાં તથા ગાંગરડી ગામમાં ફ્લેગમાર્ચ યોજતાં ITBP ના જવાનોને જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here