ગત તા.૧૧/૧૧/૨૦૨૨ના રોજ ઇન્દોર ખાતે આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અન્વયે મધ્યપ્રદેશ તથા ગુજરાત રાજ્યના ટોપ સિનિયર અધિકારીઓ દ્વારા બોર્ડર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે જરૂરી મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
આ મિટિંગમાં હાજર રહેલ અધિકારીઓ આ પ્રમાણે છે.
(૧) I.G., ઇન્દોર રૂરલ રેન્જ, રાકેશ ગુપ્તા (IPS), (૨) D.I.G., ઇન્દોર રૂરલ રેન્જ, ચંદ્રશેખર સોલંકી (IPS), (૩) D.I.G., ગોધરા રેન્જ, ચિરાગ કોરડીયા (IPS) (ગુજરાત), (૪) S.P. દાહોદ બલરામ મીના (IPS), છોટાઉદેપુર ધર્મેન્દ્ર શર્મા (IPS) (ગુજરાત), (૫) S.P., ઝાબુઆ મનોજ કુમાર સિંઘ (IPS), અલીરાજપુર અગમ જૈન (IPS) (મધ્યપ્રદેશ)