વિરમગામનાં મહાત્મા ગાંધી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 7મી જૂલાઈએ નિઃશુલ્ક હ્રદય રોગ નિદાન કેમ્પ યોજાશે

0
150

Nilkanth Vasukiya

logo-newstok-272-150x53(1)

NILKANTH VASUKIYA – VIRAMGAM

મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત હ્રદય તથા ફેફસાના નિષ્ણાંત તબીબ દ્વારા લાભાર્થીઓની તપાસ કરવામાં આવશે.

મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત બી.પી.એલ લાભાર્થીઓ માટે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ તથા રાજસ્થાન હોસ્પીટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે મહાત્મા ગાંધી સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે ૭મી જુલાઇ ૨૦૧૭ને શુક્રવારના રોજ સવારે ૧૧ થી ૧ કલાક સુધી હ્રદય રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના હ્રદય તથા ફેફસાના નિષ્ણાંત તબીબ ડો. રાજેન્દ્ર વસૈયા દ્વારા બીપીએલ લાભાર્થીઓની હ્રદય વાલ્વ, બાયપાસ સર્જરી તેમજ હ્રદયના અન્ય રોગોની તપાસ કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત જરૂરી દર્દીઓની ઇ.સી.જી (કાર્ડીયોગ્રામ) તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવશે. મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત આયોજીત કેમ્પમાં આવનાર લાભાર્થીઓએ મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજનાનું કાર્ડ સાથે લાવવુ હિતાવહ છે. હ્રદય રોગ નિદાન કેમ્પની વધુ માહિતી માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામનો સંપર્ક કરવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here