વિરમગામના “પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કરકથલ” ની અમદાવાદ જિલ્લાના કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી

0
122

NILKANTH VASUKIYA – VIRAMGAM

 

– અમદાવાદ જીલ્લા કલેક્ટર અવંતિકાસિંઘે પ્રા.આ.કેન્દ્ર કરકથલમાં કાર્યરત મેડીટેશન સેન્ટર, ડીલીવરી રૂમ સહિત વિવિધ રૂમની મુલાકાત લીધી.

– જરૂરીયાતમંદ ટીબીના દર્દીને અમદાવાદ જીલ્લા કલેક્ટરના હસ્તે પ્રોટીનયુક્ત આહારની કીટ આપવામાં આવી.

 તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સંલગ્ન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલની અમદાવાદ જીલ્લા કલેક્ટર અવંતિકાસિંઘ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા તથા મેડિકલ ઓફિસર ડો. ધનશ્રી ઝવેરી દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અમદાવાદ જીલ્લા કલેક્ટર અવંતિકાસિંઘે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત મેડીટેશન સેન્ટર, ડીલીવરી રૂમ સહિત વિવિધ રૂમની મુલાકાત લીધી હતી. જરૂરીયાતમંદ ટીબીના દર્દીને અમદાવાદ જીલ્લા કલેક્ટરના હસ્તે પ્રોટીનયુક્ત આહારની કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વન દિવસ ની ઉજવણી અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલના પ્રાંગણમાં અમદાવાદ જીલ્લા કલેક્ટર અવંતિકાસિંઘના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. અમદાવાદ જીલ્લા કલેક્ટર અવંતિકાસિંઘ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલના કર્મચારીઓ સાથે મીટીંગ કરવામાં આવી હતી.

વિરમગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલની મુલાકાત દરમ્યાન અમદાવાદ જીલ્લા કલેક્ટર અવંતિકાસિંઘે જણાવ્યુ હતુ કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલની આરોગ્યની ટીમ દ્વારા તમામ રાષ્ટ્રીય કાર્યક્રમોનું અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા તેમના સેવા વિસ્તારની જોખમી માતાઓને શોધવામાં આવેલ છે અને તમામ જોખમી માતાની સુવાવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ, સોલા સિવીલ હોસ્પિટલમાં થાય તે બાબતે તકેદારી રાખવામાં આવેલ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સારી કામગીરી ચાલુ રાખવા માટે શુભેચ્છા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here