વિરમગામમાં “ચીનની વસ્તુઓનાં બહિષ્કાર ” ના નાદ  સાથે વિશાળ રેલી કાઢવામાં આવી

0
114
NILKANTH VASUKIYA – VIRAMGAM
– ચાઇનીઝ વસ્તુઓની હોળી કરવામાં આવી અને ચીન નાં ઉત્પાદનો ન ખરીદવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી. 

ચીનથી આવતી નાની મોટી દરેક ચીજ વસ્તુઓનો દેશભરમાં બહિષ્કાર થાય તે ઉદ્દેશથી – સ્વદેશી જાગરણ મંચ – દ્વારા, તારીખ ૨૫ ઓગષ્ટ થી ૩ સપ્ટેમ્બર સુધી વિરમગામ તાલુકા સહીત, સમગ્ર દેશમાં, “સ્વદેશી અપનાવો, દેશ બચાવો, ચાઇનીઝ ઉત્પાદનોનો બહિષ્કાર કરો” ના ભાવ સાથે વિવિધ જન જાગૃતિ માટેના કાર્યક્રમ કરવામાં આવ્યાં હતા, વિરમગામ તાલુકાનાં મોટા ભાગના ગણેશ મહોત્સવોમાં, અને ઘેર ઘેર પત્રિકા વિતરણ કરવામાં આવી હતી. ઘણી બધી સ્કૂલો કોલેજોમાં બાળકોને બૌદ્ધિક આપવામાં આવ્યુ હતુ. સમગ્ર તાલુકાના પ્રમુખ માર્ગો પર આ વિષયને લગતા બેનર લગાવામાં આવ્યાં હતાં. આજે સોમવારે, વિરમગામ નગરનાં ટાવર ચોક થી લઇને ગોલવાડી દરવાજા સુધી વિશાળ “જન જાગૃતિ રેલી” નું આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં નગર અને તાલુકાનાં પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને શૈક્ષણીક સંસ્થાઓ જોડાયા હતાં. રેલીનાં અંતે ચાઇનીઝ ચીજોની હોળી કરવામાં આવી હતી, અને ચીની ઉત્પાદનો ન ખરીદવા માટેની સામુહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.   “વિરમગામ તાલુકા સ્વદેશી જાગરણ અભિયાન સમિતિ” ના સંયોજક, હરિવંશભાઈ શુકલ એ જણાવ્યું હતુ કે, “દુશ્મન દેશ ચીન  દ્રારા આપણાં દેશને થતી કનડગતો નાં વિરોધમાં લોકો ચાઇનીઝ માલ નો બહિષ્કાર કરે, અને ચીન ને વ્યાપારિક યુદ્ધમાં પરાસ્ત કરે, તેં ઇચ્છનીય છે”…. ચીન દ્વારા આપણાં જ પૈસે ખરીદાએલી કારતૂસથી આપણાં જવાનો શહીદ થાય તે યોગ્ય નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here