વિરમગામ કોંગ્રેસ પૂર્વ ઘારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલ ભાજપમાં જોડાતાં વિરમગામ ભાજપ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો

0
119

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

એક પછી એક ગુજરાત  કોંગ્રેસના ઘારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામાં આપી રહ્યાં ત્યારે ગઇ કાલે વિરમગામનાં કોંગ્રેસનાં ઘારાસભ્ય તેજશ્રીબેન પટેલએ કોંગ્રેસ પદપરથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ત્યારે વિરમગામ ભાજપ દ્વારા લોહાણા વાડી વિરમગામ ખાતે ધારાસભ્ય ડો. તેજશ્રીબેન પટેલ ભાજપમાં જોડાયા તે બદલ અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 39 વિરમગામ વિઘાનસભાનાં વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકા નાં વિવિધ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં  અમદાવાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કમાભાઈ રાઠોડ, વિરમગામના પૂર્વ ઘારાસભ્ય વજુભાઈ ડોડીયા, પ્રાગજીભાઇ પટેલ, અમદાવાદ જીલ્લા મહામંત્રી માધુભાઈ ઠાકોર, પ્રવિણસિંહ વાઘેલા, શૈલેશભાઈ દાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપભાઈ ડોડીયા તેમજ વિરમગામ, માંડલ, દેત્રોજ, તાલુકાના ભાજપના પ્રમુખ- ઉપપ્રમુખ, આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને ભાજપમાં આવેલા ઘારાસભ્યનું વિવિઘ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું. આ અભિવાદન કાર્યક્રમમાં મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસમાં ઘારાસભ્યની વાત સાંભળવામાં આવતી ન હતી. મને પણ કોંગ્રેસમાં ટીકીટ મળે તેમ હતી મેં વિકાસના કામ કર્યા છે. મારૂ રાજકારણ પોઝીટીવ રહ્યું છે ત્યારે આવનારી વિઘાનસભાની વિરમગામની બેઠક પર ટીકીટની બાબતે તેમણે જણાવ્યું હતું કે હું માત્ર હાલ ભાજપના કાર્યકર તરીકે આવી છું પાર્ટી મને જેમ આદેશ કરશે તેમ હું કામ કરીશ. એમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here