વિરમગામ ટાઉન પોલીસે નગરપાલિકાનાં વોર્ડ નં.-1નાં કાઉન્સિલર બીજલ ઠાકોર સહિત 10 શખ્સો જુગાર રમતા રૂ.25,200/- ના રોકડ સહીત મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

0
136

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

શ્રાવણ મહિના શરૂ થવાની સાથે જ સાથે વિરમગામ શહેર સહિત પંથકમા શ્રાવણીયો જુગારનો ઘમઘમાટ શરૂ થયો છે. ત્યારે વિરમગામ ટાઉન પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે વિરમગામના વોર્ડ નં. 1 ના ભોજવા વિસ્તારમાં મહાદેવ મંદિર પાસે જુગાર રમતા વિરમગામ નગરપાલિકાના કાઉન્સિલર સહિત 10 શખ્સોને રૂ.25,200/ રોકડ સહીત ના મુદ્દામાલ સાથે ટાઉન પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં વિરમગામ નગરપાલિકાના કાઉન્સિલર બીજલ ઠાકોર, કરીમભાઈ પઢીયાર, મસ્તુફા પઢીયાર, ઇશ્વર ઠાકોર, મેલા વાઘેલા, અલ્તાફ સિપાઇ, અબ્બાસ વોરા, હરેશ પટેલ, અકરમ પઢીયાર, રહેમદ સિપાઇ તમામ રહે. ભોજવા, વિરમગામનાઓને રોકડ સહીત મુદ્દામાલ સાથે ઝડપી પાડી તે બાબતનો ગૂન્હો નોંઘી વઘુ તપાસ હાથ ઘરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here