વિરમગામ તાલુકામાં ચીનની વસ્તુઓના બહિષ્કાર માટે જન સંપર્ક અભિયાનનો પ્રારંભ

0
88

Nilkanth Vasukiya

logo-newstok-272-150x53(1)

NILKANTH VASUKIYA – VIRAMGAM

“સ્વદેશી અપનાવો, વિદેશી ભગાવોને દેશ બચાવો” અભિયાન અંતર્ગત કરકથલ ગામમાં રેલી કાઢવામાં આવી

ચીનથી આવતી તમામ નાની મોટી વસ્તુઓનો દેશભરમાં બહિષ્કાર થાય તે ઉદેશ્યથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વદેશી જાગરણ મંચ દ્વારા તારીખ ૨૫ ઓગસ્ટ થી ૩ સપ્ટેમ્બર સુધી વિરમગામ તાલુકા સહિત સમગ્ર દેશમાં ‘સ્વદેશી અપનાવો, વિદેશી ભગાવોને દેશ બચાવો’ ના ભાવ સાથે વિવિધ જનજાગૃતિના કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિરમગામ તાલુકાના કરકથલ ગામે સ્વદેશી જાગરણ અભિયાન અંતર્ગત “ચીનના ઉત્પાદનો નાં બહિષ્કાર” નાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી. રેલી બાદ હાઈસ્કૂલનાં પ્રાર્થના હોલમાં ગ્રામજનો, ડેલીગેટ, સામાજીક આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં “સ્વદેશી અપનાવો, દેશ બચાવો, ચીનનાં માલ સામાનનો બહિષ્કાર કરો” એ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હરિવંશભાઈ શુક્લ, હર્ષદભાઈ ઠક્કર, વિષ્ણુભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ, ધીરુભાઈ ચૌહાણ અને શૈક્ષણિક સંસ્થાઓ વતી પ્રવીણભાઈએ જહેમત ઉઠાવી હતી.

સ્વદેશી જાગરણ અભિયાન સમિતિ વિરમગામના સંયોજકે જણાવ્યુ હતુ કે, વિરમગામ તાલુકામાં કાર્યકર્તાઓ દ્વારા ઘરે ઘરે ફરીને સંપર્ક કરીને પત્રિકાનું વિતરણ કરીને લોકોને ચીન સહિતની વિદેશી વસ્તુઓ ન ખરીદવા માટે સમજાવવામાં આવી રહ્યા છે. વિરમગામ શહેરના મુખ્ય માર્ગો પર ચીનની વસ્તુઓ ન ખરીદવાના સંદેશ આપતા બેનર્સ લગાવવામાં આવ્યા છે. શાળા કોલેજોમાં ચીનની વસ્તુઓ ન ખરીદવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી રહી છે અને ગણપતિ મહોત્સવમાં પણ લોકોને ચીનની વસ્તુઓ ન ખરીદવા માટે સતત સમજણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત આપણા દુશ્મન દેશોનું સમર્થન લઈને ચીન ભારતને વારંવાર દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે છતાં આપણા દેશના લોકો ચીનની વસ્તુઓ ખરીદી દુશ્મનને આર્થિક રીતે મજબૂત બનાવી રહ્યું હોવાનો મુદ્દો વોટ્સઅપ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયામાં ખૂબ છવાયેલો છે. આ અભિયાનને મોટા પ્રમાણમાં જન સમર્થન મળી રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here