વિરમગામ નગરપાલિકા એ શહેરમાં વોર્ડ નં-3 ના સામાસુરીયા વિસ્તારોમાં જાહેરમાં ચાલતાં નોનવેજ માર્કેટના ગેરકાયદેસર દબાણકર્તા 15 વેપારીઓને નોટીસ ફટકારી

0
518

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ શહેરના વોર્ડ નં.-3 ના  સામાસુરીયા વિસ્તારોમાં જાહેરમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે નોનવેજની હાટડીઓ ચાલે છે. જેના લીઘે  અહીના રહીશોએ આરોગ્ય ને જોખમમાં મૂકાયું છે આ નોનવેજની હાટડીઓ હટાવવા માટે અવારનાવર લેખિત મૌખિક રજુઆત કરવા છતા તંત્ર દ્વારા કોઇ યોગ્ય પગલા ન ભરાતા ૧૪ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ વિરમગામ શહેરના સામાસુરીયા વિસ્તારના રહીશોએ તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અઘિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આવેદનપત્રમા અરજદાર દેવજીભાઇ ઠાકોરે જણાવ્યુ હતું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી આગામી દિવસોમાં કરવામાં નહીં આવે તો સામાસુરીયાના વિસ્તારોના સ્થાનિક રહીશો આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ફરજ પડશે એવી રજુઆત સાથેની અરજી સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. ત્યારે વિરમગામ નગરપાલિકાના નઘરોળ તંત્ર સફાળું જાગ્યું છે. વિરમગામ શહેરના સામાસુરીયા વિસ્તારના ગેરકાયદે દબાણ કરી મચ્છી માર્કેટ ચલાવાતા ૧૫ દબાણકર્તા વેપારીઓને વિરમગામ નગરપાલિકા તંત્રએ આખરી નોટીસ ફટકારી છે. જેમાં વેપારીઓને જણાવ્યુ છે કે આગામી તા.૦૪/૦૯૨૦૧૭ના રોજ સુઘી દબાણ દૂર કરવું નહી આગામી દિવસોમાં તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here