વિરમગામ નગરપાલિકા દ્વારા સફાઇ કામદારોનું સન્માન કરવામાં આવ્યું

0
99
PIYUSH GAJJAR – DAHOD
વિરમગામ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સફાઇ કામદારો ને સાથે રાખીને  રવિવારે સવારે ભરવાડી દરવાજા અંદર ડો.બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ વિરમગામ નગરપાલિકા ખાતે સેવા દિવસ નિમિત્તે સફાઈ કામદારોનો સન્માન સમારોહ રાખેલ છે. જેમા વિરમગામ નગરપાલિકાના ચીફ ઓફિસર, ઉપપ્રમુખ નવદિપ ડોડીયા, શહેર ભાજપ પ્રમુખ નરેશ શાહ, પૂર્વ ઘારાસભ્ય વજુભાઇ ડોડીયા, અમદાવાદ જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મહામંત્રી મહેશ પરમાર સહિત કાઉન્સિલરો ઉપસ્થિતમા વિરમગામ નગરપાલિકાના સફાઇકામદારોને પ્રમાણ પત્ર પાઠવ્યા હતા. તેમજ વિરમગામ યુવા શક્તિ ગૃપના ગૌરવ શાહ, આશીષ ગુપ્તા, વિજયસિંહ ચાવડા દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરનો ફોટો સ્મૃતિ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here