વિરમગામ ભોજવા ખાતે ત્રિપદા ગુરુકુલમ ખાતે વિક્રમ સારાભાઇ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર દ્વારા ગણિત વિજ્ઞાન ના મોડલ નું નિર્દશન કાર્યક્રમ નો સેમિનાર યોજાયો

0
127
PIYUSH GAJJAR – VIRAMGAM
વિરમગામ શહેરમાં જાણીતી શૈક્ષણિક સંસ્થા ત્રિપદા ગુરુકુલમ ખાતે ભોજવા સૌ પ્રથમવાર અમદાવાદના વિક્રમ સારાભાઇ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર દ્વારા ગણિત વિજ્ઞાનના મોડલનું નિર્દશન કાર્યક્રમનો સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનાર કાર્યક્રમમાં આયોજન ભોજવા સ્થિત ત્રિપદા ગુરુકુલમ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિક્રમ સારાભાઇ સાયન્સ કોમ્યુનીટી સેન્ટરના તજજ્ઞો દ્વારા વિજ્ઞાન અવકાશયાન અને નવીન ટેક્નોલોજીના પ્રયોગો યોજી વિઘાર્થીઓને શિક્ષણ પ્રત્યે રૂચી વઘે તેમાટે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિઘાર્થીઓએ મોટી સંખ્યા ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ સેમિનાર ના અંતમાં પ્રશ્ર્નોતરી કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રિપદા ગુરુકુલમ સંસ્થાના આચાર્ય સહિત આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સેમિનારમાં વિક્રમ સારાભાઇ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર, અમદાવાદના કરીશ્મા પંચાલ, પોગ્રામ ઓફીસર સહિતની ટીમ દ્વારા સાયન્સ અને ગણિતના પ્રદર્શન વિઘાર્થીઓને નિહાળ્ય હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here