પોલીસ અધીક્ષક આર.વી.અસારીનાઓની સુચના થી તથા નાયબ પોલીસ અધીક્ષક પી.ડી.મણવર વિરમગામ વિભાગ નાઓના માર્ગદર્શન અનુસાર જીલ્લામાં ગુનાહીત પ્રવૃતિઓ કરતા ઇસમો ઉપર વોચ રાખી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ છે. જે અન્વયે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. આર.આઇ.સોલંકીનાઓના તાબાના માણસોને પો.સ્ટે. વિસ્તારમાં ગુનાહિત પ્રવૃતિઓ કરતા ઇસમો ઉપર વોચ રાખવા સુચના આપેલ હતી. જે માર્ગદર્શન હેઠળ વિરમગામ રૂરલ પો.સ્ટેશનના માણસોએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સાહીદખાન જૈનખાન પઠાણ ઉ-૨૫ વર્ષ રહે. વિરોચનનગર, સાણંદ., હનીફ રહીમભાઇ સિપાઇ ઉ-૨૨ વર્ષ રહે.પંથોડા, કડી, મહેસાણા, વિરૂભા કીરિટસિંહ સોલંકી ઉર્ફે જાકીરખાન બાબખાન મલેક ઉ-૨૧ વર્ષ રહે.વિરોચનનગર સાણંદ અમદાવાદને પોલીસ સ્ટેશન લાવી તપાસ હાથ ધરી હતી અને લુંટની કબુલાત કરતા લુટના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જેમાં પલ્સર બાઇક તેમજ ૧૮,૮૦૦/- રૂપીયા રોકડ સહીતનો મુદ્દામાલ રીકવરક કરીને બાઇક કબ્જે લીધુ હતુ. આ લુંટ કેસનો ભેદ ઉકેલવામાં જયદિંપસિંહ, નરેશભાઇ, ચેહરભાઇ, રાજુભાઇ સહિતના પોલીસ અધિકારીઓને સફળતા મળી હતી.
