વિરમગામ વિઘાનસભા બેઠક પર બુથ નં. – ૨૩૯ વિરમગામ (૨૭) નું આવતીકાલે પુનઃમતદાન, જાણો કારણ

0
131

PIYUSH GAJJAR – VIRAMGAM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જોકે, ૧૮૨ બેઠકો પૈકી ૧૨ બેઠકો ઉપર ફરી મતદાન આગામી ૧૭ ડિસેમ્બરે રવિવારે થનારું છે. જેમા વિરમગામ શહેરની બુથ નં. – ૨૩૯ પીડબલ્યુડી નગરપાલિકાના બિલ્ડિંગમા ફરી મતદાન થશે આવતીકાલે સવારે ૦૮:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી ફરી મતદાન યોજાશે.આ બાબતે વિરમગામ વિઘાનસભા બેઠક પર ચૂંટણી અઘિકારી આઇ.આર.વાળાએ સંદેશ સાથેની વાતચીતમાં  જણાવાયું હતું કે ઇવીએમ મશીન ૨ કલાકમાં બદલવાનો પ્રશ્ર્ન ઉભો થયો હતો.એમા ૨ કલાક થી વઘુ સમય થયો હોય જે ઈલેક્શન કમીશને ઘ્યાને લીઘો હશે અમને ઇલેક્શન કમીશનનો લેટર મળ્યો,  કોઇ કારણ નથી જણાવ્યું પણ આવતીકાલે આ બુથ પર ફરી મતદાન યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here