વિરમગામ વિઘાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી સહિત 25 થી વઘુ અપક્ષો ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા. ભાજપમાંથી ડો.તેજશ્રીબેન પટેલ અને કોંગ્રેસમાથી લાખાભાઈ ભરવાડે ઉમેદવારી ફોર્મ ભર્યું

0
146
PIYUSH GAJJAR – VIRAMGAM
 
39 વિરમગામ વિધાનસભા બેઠકની ચુટણીની તારીખ જાહેર થતાની સાથે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી, કોગ્રેસ સહિતના રાજકીય પક્ષો સહિત કેટલાક અપક્ષ ઉમેદવારો આજે અંતિમ દિવસે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે ઉત્સુક બન્યા હતા. 14 ડિસેમ્બરે બીજા તબકકાની ચૂંટણીમાં અમદાવાદ સહિત 14 જિલ્લાની 93 બેઠકો માટે કરવામાં આવનાર મતદાન માટે આજે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ કરાયું હતું જેમાં આજે 27 નવેમ્બરના રોજ ભાજપે ઉમેદવાર જાહેર કરાયા હતા. જેમા 39 વિરમગામ વિધાનસભા બેઠક માટે ભાજપમાંથી તેજશ્રીબેન પટેલ ટીકીટ મળતા આજરોજ વિરમગામ
શહેરના ટાવર રોડથી સેવા સદન સુઘી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે સરઘસ નીકાળી તેજશ્રીબેન તાલુકા સેવા સદનના પ્રાંત ઑફિસ ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું. શહેરના રાજમાર્ગો પર ઠેર -ઠેર જગ્યાઓએ તેજશ્રીબેન પટેલનુ સ્વાગત કરાયું.
જ્યારે વિરમગામ વિઘાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઘ્રુવભાઇ જાદવને ઉમેદવાર જાહેર કરાયાના સમાચાર મળતાં તેમણે મેન્ડેટ વગર કોંગ્રેસમાથી અને અપક્ષ તરીકે ફોર્મ ભર્યું હતુ. ત્યારે તેવામા ગુજરાત પ્રદેશના કોંગ્રેસના ઉપપ્રમુખ લાખાભાઇ ભરવાડે વિરમગામ વિઘાનસભા બેઠક પર કોંગ્રેસ માથી પોતાની ઉમેદવારી નોંઘાવી હતી. ઉલ્લેખનીય છે કે વિરમગામ વિઘાનસભા બેઠક પર કોંગ્રેસના સ્થાનિક ઉમેદવાર ને ટીકીટ ન આપતા કોંગ્રેસના કાર્યકરોમા કહીં ખુશી કભી ગમ નો માહોલ સર્જાયો હતો. વઘુમાં આ બેઠક પર બહુજન સમાજ પાર્ટી માથી ભાવેશ સોલંકી એ ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ.વઘુમાં વિરમગામ વિઘાનસભા બેઠકના ઇતિહાસમા સૌથી વઘુ અપક્ષોએ દાવેદારી નોંઘાવી છે. જે આ લખાય છે ત્યાં સુધી 25 વઘુ અપક્ષ ઉમેદવારે પોતની ઉમેદવારી નોંઘાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here