વિરમગામ શહેરના પાન ચકલા વિસ્તારોમાં ઉભરાતા ભુગર્ભ ગટરોના દુષીત પાણીને લઇને વેપારીઓએ નગર પાલિકામા હોબાળો મચાવ્યો

0
90
વિરમગામ શહેરમા છેલ્લા ઘણા સમય થી શહેરના ભરવાડી દરવાજા, પાન ચકલા જુની મીલની ચાલી સહીતના વિસ્તારોમા ભુગર્ભ ગટરોના પાણી જાહેર માર્ગો પર ફરી વળતા આ બાબતે અનેક વાર વેપારીઓ દ્વારા વિરમગામ નગર પાલીકાને અવાર નવાર લેખીત-મૌખીક રજુઆત કરવા છતા કોઇ નક્કર પગલા ન ભરાતા આખરે ઠેરઠેર અસહ્ય ભારે ગંદકી થી કંટાળીને આજ રોજ વિરમગામ પાન ચકલા વેપારી એસોશિએશનના ૫૦ થી વઘુ લોકોએ નગરપાલીકામા જઇને વિસ્તારોમા ઉભરાતા ભુગર્ભના પાણી ઉગ્ર રજુઆત કરી હતી. ગઇ કાલે રવિવારે ચાલુ કાર્યક્રમમાં વેપારીઓ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને નગર પાલિકા પ્રમુખ કાંતીભાઇ પટેલ ગેરહાજરી હતી ત્યારે વેપારીઓએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હાલમાં પ્રમુખ કાંતીભાઇ પટેલ હોય તો આજે તેમનો સુખડના હારથી સન્માન કરવાનો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here