વિરમગામ શહેરમાં અખિલ ભારત સુખડીયા યુવા સંગઠન સમાજનું સંમેલન યોજાયું

0
97

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

તા.23/07/2017 રવિવારના રોજ વિરમગામ લોહાણા મહાજન વાડી ખાતે શ્રી દશા શ્રીમાળી વિરમગામ સુખડીયા સમાજ દ્વારા અખિલ ભારત સુખડીયા યુવા સંગઠનની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરમગામ શહેર, માંડલ, દસાડા, પાટડી, રામપુરા, ઝીંઝાવાડા તથા સમગ્ર ગામમાંથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર ભારતમાં વસતા સમસ્ત યુવાઓને સંગઠિત કરી સમાજ ના દરેક વર્ગને આગળ લાવવા તેમજ કુરિવાજોને તિલાંજલી આપી સુસંસ્કૃત અને પ્રગતિશીલ સમાજના નિર્માણના સંકલ્પ સાથે નિતીનભાઈ માંડલિયા – ધ્રોલ તથા હરેશભાઈ ગોયાણી – સુરત પોતાનો કિમતી સમય ફાળવી વિરમગામ  ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બન્ને મહાનુભાવો દ્વારા સમાજના વિકાસલક્ષી વિવિધ મુદાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. જેને હાજર સૌ કોઈ એ વધાવી લીધી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પી. શેઠ દીપકભાઇ.જે શેઠ, નરેન્દ્રભાઈ શેઠ તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમજ યુવક મંડળના દરેક સભ્યએ હાજર રહી ખુબ જ જહેમત ઉઠાવી હતી. સમગ્ર ભારતમાં અખિલ ભારત સુખડીયા યુવા સંગઠન દ્વારા ભગીરથ અને વિકાસલક્ષી કાર્યો થતાં રહે એ જ દશાશ્રીમાળી સુખડીયા સમાજ વિરમગામના દરેક જ્ઞાતિજનોની શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here