વિરમગામ શહેરમાં પિતાની અંતિમયાત્રા મા 3 પુત્રીઓ એ કાંઘ આપી અગ્નિદાહ આપ્યો

0
138
PIYUSH GAJJAR – VIRAMGAM
દીકરી હિંમત નો ‘દરિયો’ :પિતાને અગ્નિદાહ 
જી હા… દીકરી વ્હાલનો દરિયોએ તો સૌ કોઇએ સાંભળ્યું છે પરંતુ અહી તો  દિકરી સાહસનો સાગર બની, જિંદગી ભર હેત લગાડનારા પિતાની અંતિમ યાત્રામા પુત્રીઓએ કાંઘ આપી અગ્નિદાહ આપ્યો હતો.
વિરમગામ શહેરમાં રહેતા ડુંગરભાઇ ખોડીદાશ ભાઇ ડોડીયા જેઓને ડુંગરકાકા પાનવાળા તરીકે જાણીતા બન્યા હતા. જેઓને 3 પુત્રીઓ છે. ડુંગરભાઇ ડોડીયાનુ આજ રોજ ટુંકી માંદગી બાદ નિઘન થતા તેઓની  અંતિમયાત્રા બેન્ડબાજા સાથે કાઢવામાં આવી હતી અને અંતિમયાત્રામા તેમણી 3 પુત્રીઓ ગાયત્રીબેન, વર્ષાબેન અને ઉષાબેનએ કાંઘ આપી અગ્નિદાહ આપ્યો હતો. આ હ્યદયદ્વાવક એવું સર્જાયા હતા કઢણ કાળજાના લોકોના પણ ડુંસકા સભળાયા હતા અને દિકરીઓએ પિતાને કાંઘ આપી અગ્નિદાહ આપી પુત્રની ફરજ અદા કરી હતી. અને દિકરો-દિકરી એક સમાનની ઉક્તિ સાર્થક કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here