વિરમગામ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોલીસ કર્મચારીઓ માટે સર્વ હિતાય ફાઉન્ડેશન દ્વારા ઠંડા વરીયાળી શરબતનું વિતરણ

0
119

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

આજે અષાઢીબીજના દિવસે વિરમગામ શહેર સહિત ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે ત્યારે રથયાત્રા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસની નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવતાં હોય છે. ત્યારે આ રથયાત્રા દરમિયાન વિરમગામ શહેરમાં રથયાત્રાના રૂટ પર પોલીસ કર્મચારીઓ માટે સર્વ હિતાય ફાઉન્ડેશન દ્વારા ઠંડા વરીયાળી શરબતનું વિતરણ કરવામાં આવશે જેની તૈયારીઓ સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવ્યું છે. આશરે 1200થી વઘુ ઠંડા વરીયાળી શરબતની બોટલોનું વિતરણ કરાશે.
આ સેવા યજ્ઞ માં સર્વ હિતાય ફાઉન્ડેશનના હરિશભાઇ મચ્છર, મુર્તઝા પટેલ, નરેશદાન ગઢવી, અમિત સચ્ચદેવ, હાર્દિક પટેલ સહિત સેવાભાવી લોકો દ્વારા રથયાત્રા દરમિયાન પોલીસ કર્મચારીઓને ઠંડા વરીયાળી શરબતનુ વિતરણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here