વિરમગામ શહેરમાં વોર્ડ નં-3 ના સામાસુરીયા વિસ્તારોમાં જાહેરમાં ચાલતાં નોનવેજ માર્કેટ બંઘ કરાવવા રહીશોએ પ્રાંત અઘિકારીને આવેદનપત્ર પાઠવ્યું

0
70

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના મુખ્ય મથક વિરમગામના વોર્ડ નં 3 ના સામાસુરીયા વિસ્તારોમાં જાહેરમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે નોનવેજની હાટડીઓ ચાલે છે. જેના લીઘે અહીના રહીશોના આરોગ્યને જોખમમાં મૂકાયું છે આ નોનવેજની હાટડીઓ હટાવવા માટે અવારનાવર લેખિત મૌખિક રજુઆત કરવા છતા તંત્ર દ્વારા  કોઇ યોગ્ય પગલા ન ભરાતા આજરોજ વિરમગામ શહેરના સામાસુરીયા વિસ્તારના રહીશોએ તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અઘિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આવેદનપત્ર મા અરજદાર દેવજીભાઇ ઠાકોરે જણાવ્યુ હતું કે આ બાબતે યોગ્ય કાર્યવાહી આગામી 15 ઓગસ્ટ સુઘીમા કરવામાં નહીં આવે તો સામાસુરીયાના વિસ્તારોના સ્થાનિક રહીશો આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ફરજ પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here