વિરમગામ શહેરમાં શાલીભદ્ આરાઘના ભવન ખાતે મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી..

0
83

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR -VIRAMGAM

અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ, દેત્રોજ અને  રામપુરા સહિત પંથકમાં જૈન સમાજ પાવનકારી પર્યુષણ પર્વની ભવ્ય અને ઉલ્લાસ અને ઉમંગભેર  ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિરમગામ શહેરના શાંતીનાથ જીનાલય પાસે આવેલ શાલીભદ્ આરાઘના ભવન ખાતે મંગળવારે મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી પ.પૂજ્ય સંન્યાસી અમિતયશ વિજયજી આદિઠાણા શુભનિશ્રામા કરવામાં આવી છે.
પૂજ્ય શ્રી દ્વારા ત્રિશલાવંદન વીર મહાવીર પ્રભુના જન્મ નું વાંચન કરવામાં આવશે આ પવિત્ર દિવસે વિરમગામ શહેરના સમસ્ત જૈન સમાજ શ્રાવક-શ્રાવિકાઓ યુવાનો વૃઘ્ઘ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં.
મહાવીર સ્વામી ભગવા નું પારણું ઘરે લઇ જવાની બોલીનો લાભ સુભદ્રાબેન શાંતીલાલ ગાંઘી પરીવાર જૈન સોસાયટી તેમણા નિવાસસ્થાને વાજતે ગાજતે લઇ જવામાં આવશે. આ પવિત્ર દિવસે એક સદગ્રહસ્થ તરફથી સ્વામીવાત્સલય રાખવામાં આવ્યું છે. તેમજ મહાવીર જન્મ કલ્યાણની ઉજવણી માટે જૈન સમાજના વહેપારીઓ પોતના ધંધારોજગાર બંઘ રાખી પાખી પાળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here