વિરમગામ શહેરમાં સિઘ્ઘનાથ મહાદેવના મેદાનમાં ભાતીગળ લોક મેળાની પરમિશન ન આપવા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરાઇ

0
224

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

વિરમગામ શહેરમાં સિઘ્ઘનાથ મહાદેવ મંદિરના મેદાનમાં શ્રાવણ માસમાં યોજાતા ભાતીગળ લોકમેળાની પરમિશન ન આપવા વિરમગામ ન.પા.ના પૂર્વ કાઉન્સિલ બળવંત ઠાકોરે અમદાવાદ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અઘિક્ષક, વિરમગામ, ન.પા.ચીફ ઓફિસર અને રાજ્યના મુખ્યમંત્રીને પણ લેખીતમાં રજુઆત કરી છે. આ લેખીત રજુઆતમાં જણાવ્યું છે કે થોડાં દિવસો પછી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિરમગામ શહેરમાં સિઘ્ઘનાથ મહાદેવ મંદિરના મેદાનમાં લોક મેળાનું આયોજન કરવામાં આવશે. આ લોક મેળાની છેલ્લા 3 વર્ષથી વિરમગામ મામલતદાર કચેરીનાં અઘિકારીઓએ મંજૂરી આપેલ નથી. એમ આ વર્ષે પણ આ લોક મેળાની તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવે, કારણકે મંદિરની બાજુમાં શાળા-કોલેજ, ગાંઘી હોસ્પિટલ, ઓર્થોપેડિક હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, આજુ-બાજુમાં સોસાયટી વિસ્તાર આવેલ છે. ત્યારે આજુબાજુના વિસ્તારોનાં રહીશોને, દર્દીઓને, હોસ્પિટલ, રાહદાર-વાહનચાલકોને ખૂબ તકલીફ પડે છે તે માટે આવનાર લોકમેળાને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવે તેવી પૂર્વ કાઉન્સિલ બળવંત ઠાકોરએ લેખીતમાં રજુઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here