વિરમગામ શહેરમાં ABVPના વિદ્યાર્થીઓ તથા સેવાભાવી યુવાનો દ્વારા વિનામૂલ્યે ગરીબ-નિરાધાર વૃઘ્ઘ એવા ૧૦૦ લોકોને દર મહિને અનાજ – કરીયાણાની કીટ્સનું વિતરણ કરવામાં આવે છે

0
95
PIYUSH GAJJAR – VIRAMGAM
કહેવાય છે કે કેટલુ જીવ્યા તે મહત્વનું નથી પણ કેવુ જીવ્યા તે મહત્વનું છે. આપણે ત્યાં એવા અનેક લોકો છે, જેમનું જીવન બીજા માટે પ્રેરણારૂપ બની રહ્યુ છે.આજે વિરમગામ શહેરમાં  આપણે  એવા સેવાભાવી વ્યક્તિની વાત કરીશુ જે દર મહિને 100 જેટલા ગરીબ – નિરાઘાર – વિધવાના, વૃઘ્ઘોનો પેટનો ખાડો પૂરવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.
વિરમગામ શહેરમાં અખિલ ભારતીય વિઘાર્થી પરીષદના વિઘાર્થીઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા સેવાનો એક અનોખો યજ્ઞ ચાલી રહ્યો છે. જેમા ઘણા વર્ષો થી વિરમગામ શહેરમાં સેવાભાવી લોકો, વેપારીઓ દ્વારા આ સેવાયજ્ઞમા પૂરતો સહયોગ મળી રહે છે. આ સેવાભાવી લોકો દ્વારા વિરમગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં રહેતાં ગરીબ – નિરાઘાર – વિઘવાઓ જેવા આશરે 100 થી વઘુ વૃઘ્ઘોને  દર મહિને  અનાજની કીટ આપવામાં આવે છે. જેમા  ઘઉં, ચોખા, દાળ, કઠોળ, ચા-ખાંડ, તેલ સહિતનું કરીયાણાની કીટ્સનું વિતરણ કરવામાં આવે છે. આ સિવાય આ નિરાઘાર-ગરીબ વૃઘ્ઘોને કોઇ આરોગ્ય સારવાર પણ જરૂર જણાય તો તે પણ પૂરી પાડવામાં આવે છે. વાર-તહેવારે મિઠાઈ સહિત શિયાળાની ૠતુમા શહેરમાં રાત્રી દરમિયાન રેલવે સ્ટેશન, તેમજ ખુલ્લી જગ્યાએ જઈને  કડકડતી ઠંડીમાં સુતેલા નિરાઘાર-ગરીબો તેમજ જરૂરીયાતોને સેવાભાવી યુવાનો દ્વારા ઘાબડા – ગરમ કપડાં નું વિતરણ કરે છે. અત્યાર સુધીમાં અનેક નિરાઘાર વૃઘ્ઘોને સેવા આપી છે.  આ વિનામૂલ્યે અને નિશ્વાર્થ ભાવની સેવામાં શહેરના તેજસભાઇ વજાણી, વિજયસિંહ ચાવડા, દીપક દલવાડી, કીરણ સોલંકી, ફેમીલ ચૌહાણ, જતીન ઠાકોર, પ્રવિણ શાહ, વિશાલ ભટ્ટ, રવી રાઠોડ, હુસેનભાઇ ભોજવાળા સહીતના સેવાભાવી લોકો દ્વારા જહેમત ઉઠાવી રહ્યા છે. સેવા માટે સાધનોની નહી બલ્કે પ્રબળ ભાવનાની જરૂર પડે છે. આ ઉક્તિને સાચા અર્થમાં વિરમગામના આ સેવાભાવી લોકોએ સાર્થક કરી બતાવી છે. ચણાયેલી ઇમારત કદી નકશામાં નથી હોતી અને સફળતા કદી હસ્તરેખામાં નથી હોતી. માણસ ધારે તો તે પોતાના કાર્યોથી બીજા અનેક લોકોનું જીવન બદલી શકે છે. વિરમગામ શહેરના સેવાભાવી યુવાનોએ આવુ જ એક ઉદાહરણ પુરૂ પાડ્યું છે, ત્યારે ચોક્કસ પણે તેમની જીવનશૈલીને સલામ કરવાનું મન થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here